<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd March 2026

હૈદરાબાદમાં તમિલ અને હિન્દી દર્શકો વચ્ચે ટક્કર: પોલીસ બોલાવવી પડી

હિન્દી અને તેલુગુ બંને ફિલ્મોની ટિકિટ એક જ સ્ક્રીન પર વેચાઈ જેના કારણે દર્શકોમાં ચર્ચા અને હોબાળો મચી ગયો.

મુંબઈ : અભિનેતા  રણવીર સિંહની ફિલ્મ "ધુરંધર: ધ રીવેન્જ" બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે, ત્યારે એક વિચિત્ર ઘટનાએ તેને ચર્ચામાં લાવી દીધી છે. આ ફિલ્મ હિન્દી ઉપરાંત ઘણી દક્ષિણ ભારતીય ભાષાઓમાં પણ રિલીઝ થઈ હતી. જોકે, હૈદરાબાદના એક મલ્ટિપ્લેક્સમાં હંગામો મચી ગયો, જેના કારણે પોલીસ કાર્યવાહી કરવી પડી. હિન્દી અને તેલુગુ બંને ફિલ્મોની ટિકિટ એક જ સ્ક્રીન પર વેચાઈ હતી, જેના કારણે દર્શકોમાં ચર્ચા અને હોબાળો મચી ગયો હતો.

(11:35 PM IST)