News of Monday, 23rd March 2026
યુધ્ધની અસર લાંબી ચાલશેઃ કોરોના સંકટની જેમ તૈયાર રહેવું પડશે
મધ્ય-પૂર્વમાં સ્થિતિ ચિંતાજનકઃ દેશ સામે માત્ર પડકારો ઉભા છેઃ ધીરજ-સંયમથી કામ લેવું પડશે : તેલ-ગેસની સપ્લાય ચેઈન ન ખોરવાય તેના ઉપર સરકારની ચાંપતી નજરઃ હોર્મુજ સ્ટ્રેટને રોકવું અસ્વીકાર્યઃ યુધ્ધ સમાપ્ત થાય એ જરૂરી

નવી દિલ્હી, તા.૨૩: પヘમિ એશિયામાં ભભૂકી રહેલી યુદ્ધની આગ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં દેશને સંબોધિત કરતા એક અત્યંત મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે સ્વીકાર્યું કે આ યુદ્ધે ભારત સામે આર્થિક, રાષ્ટ્રીય સુરક્ષા અને માનવતાવાદી એમ ત્રણેય મોરચે અભૂતપૂર્વ પડકારો ઉભા કર્યા છે. જોકે, તેમણે દેશવાસીઓને આશ્વાસન આપતા કહ્યું કે ભારત આ પરિસ્થિતિનો સામનો કરવા માટે સંપૂર્ણ રીતે સજ્જ છે. પીએમ મોદીએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી કે હોર્મુઝ સ્ટ્રેટ જેવો મહત્વનો દરિયાઈ માર્ગ રોકવો કોઈ પણ સંજોગોમાં સ્વીકાર્ય નથી, કારણ કે તે વૈશ્વિક અર્થતંત્રની જીવાદોરી સમાન છે. તેમણે સંસદમાંથી એકસૂરે અવાજ ઉઠાવવા અપીલ કરી જેથી વિશ્વને ભારતની એકતા અને શાંતિ પ્રત્યેની કટિબદ્ધતાનો મજબૂત સંદેશ જાય. તેમણે સ્પષ્ટ કર્યું કે ભારત સરકાર દેશના હિતોના રક્ષણ માટે સજ્જ છે અને કોઈ પણ સંજોગોમાં સામાન્ય જનતાને મુશ્કેલી પડવા દેશે નહીં. પીએમ મોદીએ જણાવ્યું કે જેમ આપણે કોવિડ-૧૯ જેવી મહામારીનો મક્કમતાથી સામનો કર્યો હતો, તેવી જ રીતે આ યુદ્ધના કારણે સર્જાનારા આર્થિક પડકારોને પણ ધીરજ અને સંયમથી હરાવીશું. તેમણે ખાસ કરીને તે અફવાખોરોથી સાવધ રહેવાની ચેતવણી આપી હતી જેઓ આવી કટોકટીના સમયે ભય ફેલાવવાનો પ્રયાસ કરે છે.
ભારતીય નાગરિકોની સુરક્ષાને સર્વોપરી ગણાવતા પ્રધાનમંત્રીએ માહિતી આપી કે યુદ્ધના માત્ર ત્રણ અઠવાડિયામાં જ સરકારે ઓપરેશન મોડમાં કામ કરીને ૩,૭૫,૦૦૦ ભારતીયોને મધ્ય પૂર્વના દેશોમાંથી સુરક્ષિત રીતે વતન પાછા લાવ્યા છે. આ આંકડો ભારતની મજબૂત રાજદ્વારી શક્તિનો પુરાવો છે. ખાસ કરીને ઈરાન જેવા અત્યંત અસરગ્રસ્ત વિસ્તારમાંથી ૧,૦૦૦ થી વધુ લોકોને બહાર કાઢવામાં આવ્યા છે, જેમાં ૭૦૦ જેટલા મેડિકલ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. પીએમ મોદીએ જણાવ્યું કે સરકારની નજર પ?મિ એશિયામાં વસતા દરેક ભારતીય પર છે અને કોઈપણ મુશ્કેલીના સમયે દૂતાવાસો ચોવીસ કલાક કાર્યરત છે. તેમણે વિદેશમાં વસતા ભારતીયોના પરિવારોને ધીરજ રાખવા વિનંતી કરી હતી.
આર્થિક મોરચે દેશને સુરક્ષિત રાખવા માટે વડાપ્રધાને વ્યૂહાત્મક પેટ્રોલિયમ રિઝર્વનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું કે ભારત પાસે હાલમાં ૫.૩ મિલિયન મેટ્રિક ટન તેલનો અનામત ભંડાર છે, જે કોઈપણ કટોકટીમાં ઇંધણનો પુરવઠો જાળવી રાખવા સક્ષમ છે. છેલ્લા દાયકામાં ઊર્જા સુરક્ષા માટે લેવામાં આવેલા કડક પગલાં આજે દેશ માટે ઢાલ બનીને ઉભા છે. આ સાથે જ તેમણે સ્થાનિક બજારમાં સંગ્રહખોરી કે અફવા ફેલાવનારા તત્વોને કડક શબ્દોમાં ચેતવણી આપી છે. પીએમ મોદીએ કહ્યું કે યુદ્ધના બહાને જો કોઈ નફાખોરી કરવાનો પ્રયાસ કરશે તો સરકાર તેમની સામે કડક કાયદાકીય કાર્યવાહી કરશે. ખેડૂતો અને સામાન્ય જનતાને પેટ્રોલ, ડીઝલ અને એલપીજીનો અવિરત પુરવઠો મળતો રહે તે માટે સરકાર દરેક સ્તરે પ્રયત્નશીલ છે.
ખાડી દેશોમાં વસતા અંદાજે ૧ કરોડ ભારતીયોની સલામતીને સર્વોપરી ગણાવતા પ્રધાનમંત્રીએ ખુલાસો કર્યો કે તેમણે પヘમિ એશિયાના તમામ રાષ્ટ્રપ્રમુખો સાથે વ્યક્તિગત રીતે વાત કરી છે. યુદ્ધની શરૂઆતથી અત્યાર સુધીમાં ૩.૭૫ લાખ ભારતીયોને હેમખેમ સ્વદેશ પરત લાવવામાં આવ્યા છે, જે સરકારની સક્રિયતા દર્શાવે છે. જોકે, હોર્મુઝ સ્ટ્રેટમાં સર્જાયેલા અવરોધોને કારણે શિપિંગ મોંઘું અને જોખમી બન્યું છે, તેમ છતાં ભારત સરકારે રશિયા અને અન્ય ૪૧ દેશો સાથે મળીને ઊર્જા આયાતનું માળખું મજબૂત કર્યું છે. પીએમ મોદીએ ગૌરવ સાથે જણાવ્યું કે આજે આપણી પાસે ૫.૩ મિલિયન મેટ્રિક ટનનો વ્યૂહાત્મક તેલ ભંડાર છે, જેને વધારીને ૬.૫ મિલિયન સુધી લઈ જવાની કામગીરી તેજ કરી દેવામાં આવી છે.
ભારતની આત્મનિર્ભરતા પર ભાર મૂકતા પીએમ મોદીએ જણાવ્યું કે છેલ્લા એક દાયકામાં કરવામાં આવેલા ઇથેનોલ બ્લેન્ડિંગ અને રેલવેના વીજળીકરણના કામો આજે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યા છે. પેટ્રોલમાં ૨૦% ઇથેનોલના મિશ્રણને કારણે દર વર્ષે ૪૦ મિલિયન બેરલ તેલની આયાતમાં ઘટાડો થયો છે, જે દેશની તિજોરી પરનો બોજ હળવો કરે છે. ખેડૂતોને ખાતર અને અવિરત વીજળીના પુરવઠાની ખાતરી આપતા તેમણે ઉમેર્યું કે ભારત હંમેશા શાંતિનો પક્ષધર રહ્યો છે અને રાજદ્વારી રીતે આ યુદ્ધનો અંત લાવવા પ્રયત્નશીલ છે. જમીન, આકાશ અને સાયબર સ્પેસમાં ભારતની એજન્સીઓ ૨૪ કલાક સતર્ક છે જેથી કોઈ પણ બાહ્ય શક્તિ આ સ્થિતિનો ગેરલાભ ન ઉઠાવી શકે.
(3:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
