<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd March 2026

ઓલટાઈમ હાઈથી સોનું ૪૬૦૦૦ ચાંદી ૨.૧૪ લાખ સસ્‍તી

નવા અઠવાડિયાના પહેલા જ દિવસે વાયદા બજાર, રિટેલ બજારમાં સોનું-ચાંદી ધડામ વાયદા બજારમાં ઓલટાઈમ હાઈથી સોના-ચાંદી ભયંકર પછડાયા

નવી દિલ્‍હી તા.૨૩: કિંમતી ધાતુઓ સોના અને ચાંદીમાં આજે ભારે અફરાતફરી મચેલી જોવા મળી છે. વાયદા બજારમાં સોના અને ચાંદી સતત તૂટી રહ્યા છે. અને ચાંદી તો ઓલટાઈમ હાઈથી અડધે પહોંચી ગઈ છે. શેર બજારમાં કડાકાના પગલે કોમોડિટી બજારમાં પણ હડકંપ છે. વેસ્‍ટ એશિયામાં વધતો તણાવ વૈશ્વિક બજારોને પણ હચમચાવી રહ્યો છે. ચાંદીના ભાવ પર જબરદસ્‍ત દબાણ જોવા મળી રહ્યું છે. કારણ કે સોનામાં નબળાઈની અસર ચાંદી ઉપર પણ પડે છે. આજનો દિવસ ગોલ્‍ડ અને સિલ્‍વર માટે અતિ મહત્‍વનો બની રહેશે કારણ કે વાયદા બજારમાં સોનું સવારથી લઈને અત્‍યાર સુધીમાં ૭ ટકાની આસપાસ અને ચાંદી ૯ ટકા આસપાસ તૂટી છે.

ભારતીય વાયદા બજારમાં આજે સવારે ભારે કડાકા સાથે ખુલ્‍યા બાદ સોનું અને ચાંદી સતત તૂટતા જોવા મળી રહ્યા છે. ૧૦ ગ્રામ સોનું અત્‍યારે ૧૨ વાગ્‍યાની આસપાસ ૬.૭૯ ટકા તૂટીને ૧૩૪૬૮૧  રૂપિયાની સપાટીએ પહોંચ્‍યુ છે. જ્‍યારે એક કિલો ચાંદી ૯.૧૬ ટકા તૂટીને ૨૦૬૦૦૦ પર પહોંચી છે.

વાયદા બજારના ઓલટાઈમ હાઈ ભાવ જોઈએ તો ૨૯ જાન્‍યુઆરીએ સોનું ૧૮૦૭૭૯ રૂપિયાની સપાટીએ પહોંચ્‍યું હતું જેને હાલના ભાવ સાથે સરખાવીએ તો સોનું અત્‍યારે ૪૬૦૯૮ રૂપિયા જેટલું સસ્‍તું થયું છે જ્‍યારે ચાંદી ૨૯ જાન્‍યુઆરીએ ૪૨૦૦૦૦ના સ્‍તરે પહોંચી હતી એટલે કે અત્‍યારે એક કિલો ચાંદી ઓલટાઈમ હાઈના ભાવથી ૨૧૪૦૦૦ રૂપિયા જેટલી સસ્‍તી થઈ છે. જેને લગ્ન પ્રસંગે, શુભ પ્રસંગો અને દાગીના કે લગડી લેવા હોય તેમના માટે હાલ ખરીદી માટે સારો સમય કહી શકાય.

સોનું- ૧૮૦૭૭૯ રૂપિયા

ચાંદી- ૪૨૦૦૦૦ રૂપિયા

આજના વાયદા ભાવ (૨૩ માર્ચ ૨૦૨૬)

સોનું- ૧૩૪૬૮૧

ચાંદી- ૨૦૬૦૦૦

સોના અને ચાંદીના છૂટક દાગીના અને લગડી કે વાસણો ખરીદવા માટેના ભાવ જોઈએ તો જ્‍વેલર્સ એસોસિએશન ત્‍ગ્‍થ્‍ખ્‍ના આજે ખુલતા ભાવ મુજબ ૨૪ કેરેટ શુદ્ધ સોનું ૧૨૦૭૭ રૂપિયા ગગડીને ૧૩૫૧૪૧ની સપાટીએ પહોંચી ગયું છે જે લાસ્‍ટ સેશનમાં ૧૪૭૨૧૮ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ બંધ થયું હતું. જ્‍યારે ચાંદીમાં પ્રતિ કિલોગ્રામ ૩૦૮૬૪ રૂપિયાનો તોતિગ ઘટાડો નોંધાયો છે અને ભાવ ૨૦૧૫૦૦ પર પહોંચી ગયો છે. જે લાસ્‍ટ સેશનમાં ૨૩૨૩૬૪ રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થયો હતો.

રિટેલ બજારના ઓલટાઈમ હાઈ ભાવ જોઈએ તો ૨૯ જાન્‍યુઆરીના રોજ ૧૦ ગ્રામ સોનાનો ભાવ ૧૭૬૧૨૧ પર પહોંચી ગયા હતા જેને અત્‍યારના ભાવ સાથે સરખાવીએ તો ૪૦૯૮૦ રૂપિયા જેટલું સસ્‍તું થઈ ગયું છે. જ્‍યારે ચાંદીનો ઓલટાઈમ ભાવ ૩૮૫૯૩૩ રૂપિયા પર પહોંચ્‍યો હતો જે જોતા હાલ ચાંદી ઓલટાઈમ હાઈથી ૧૮૪૪૩૩ રૂપિયા સસ્‍તી થઈ છે.

૨૪ કેરેટ સોનું - ૧૭૬૧૨૧ રૂપિયા

એક કિલો ચાંદી- ૩૮૫૯૩૩ રૂપિયા

આજના રિટેલ ભાવ (૨૩ માર્ચ ૨૦૨૬)

સોનું- ૧૩૫૧૪૧

ચાંદી- ૨૦૧૫૦૦.

(3:35 PM IST)