મોજતબા ખામૈની નથી તો કોની સાથે વાત કરે છે ટ્રમ્પ? ઈરાનની સામે રાખ્યો છે 15 સૂત્રીય સમજૂતીનો પ્રસ્તાવ
ટ્રમ્પે સ્પષ્ટતા કરી હતી કે તેઓ મોજતબા ખામેની સાથે નહીં પણ એક વરિષ્ઠ ઈરાની અધિકારી સાથે સંપર્કમાં હતા.

યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે ઈરાન સામે યુદ્ધમાં પાંચ દિવસના વિરામની જાહેરાત કરી હતી અને જણાવ્યું હતું કે યુદ્ધ અટકાવવા માટે અમેરિકા અને ઈરાન વચ્ચે વાતચીત ચાલી રહી છે.
ઈરાને ટ્રમ્પના નિવેદનનો જવાબ આપ્યો હતો. ઈરાને ટ્રમ્પના વાટાઘાટોના તમામ દાવાઓને ફગાવી દેતા કહ્યું હતું કે- અમે અમેરિકા સાથે કોઈ વાતચીત કરી નથી. ટ્રમ્પ ફક્ત ઊર્જા બજારને સ્થિર કરવા માટે આવા નિવેદનો આપી રહ્યા છે, કારણ કે કિંમતો સતત વધી રહી છે.
ઈરાન દ્વારા વાટાઘાટો કરવાનો ઇનકાર કર્યા બાદ, રાષ્ટ્રપતિ ટ્રમ્પે ફરીથી પ્રતિક્રિયા આપી છે, જેમાં તેમના 15-મુદ્દાના પ્રસ્તાવની વિગતો આપવામાં આવી છે.
યુએસ રાષ્ટ્રપતિએ સીએનએનને કહ્યું- યુદ્ધનો અંત લાવવાના પ્રયાસોમાં યુનાઇટેડ સ્ટેટ્સ એક ટોચના ઈરાની વ્યક્તિના સંપર્કમાં છે.ટ્રમ્પે તેમના નિવેદનમાં ભાર મૂક્યો હતો કે- તે વ્યક્તિ ઈરાનના નવા સુપ્રીમ લીડર, મોજતબા ખામેની નથી. તે સત્તામાં એક વરિષ્ઠ વ્યક્તિ છે.
યુએસ રાષ્ટ્રપતિએ એમ પણ કહ્યું કે વાટાઘાટોમાં યુનાઇટેડ સ્ટેટ્સના ખાસ દૂત સ્ટીવ વિટકોફ અને ભૂતપૂર્વ વરિષ્ઠ સલાહકાર જેરેડ કુશનરનો સમાવેશ થાય છે.
CNBC સાથે વાત કરતા, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે વાટાઘાટો ઈરાન તરફથી આવી હતી. ટ્રમ્પે કહ્યું- મેં તેમને ફોન કર્યો ન હતો, તેમણે મને ફોન કર્યો હતો. તેઓ સોદો કરવા માંગતા હતા અને અમે સોદો કરવા તૈયાર છીએ
ટ્રમ્પે કહ્યું- કદાચ આપણને વેનેઝુએલામાં મળેલા નેતા જેવો નેતા મળશે. એ નોંધવું જોઈએ કે યુએસ સેનાએ વેનેઝુએલા પર આક્રમણ કર્યું, રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોની ધરપકડ કરી અને તેમને બંદી બનાવીને યુએસ લઈ ગઈ.
અમેરિકા અને ઈરાન વચ્ચે 15 મુદ્દાઓ પર કરાર છે. ઈરાન કોઈપણ પરમાણુ શસ્ત્રો ન રાખવા માટે સંમત થયું છે. ટ્રમ્પે કહ્યું કે તેઓ આજે ઈરાન સાથે ટેલિફોન દ્વારા પણ વાત કરશે.
ટ્રમ્પ કહે છે કે અમેરિકા ઈરાન માટે નેતૃત્વ વિકલ્પો પર ચર્ચા કરી રહ્યું છે. ઈરાનમાં શાસન પરિવર્તનનું ખૂબ જ ગંભીર સ્વરૂપ જોઈ શકાય છે.
ડોનાલ્ડ ટ્રમ્પે વધુમાં કહ્યું- કદાચ આપણને વેનેઝુએલામાં મળેલા નેતા જેવો નેતા મળી શકે. કદાચ ઈરાનમાં સંયુક્ત નેતૃત્વ હોઈ શકે.એ નોંધવું જોઈએ કે યુએસ સૈન્યએ વેનેઝુએલા પર આક્રમણ કર્યું અને રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોની ધરપકડ કરી તેમને બંદી બનાવીને અમેરિકા લઈ ગયા.
સીએનબીસી સાથે વાત કરતા, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે વાટાઘાટો ઈરાન દ્વારા શરૂ કરવામાં આવી હતી. ટ્રમ્પે કહ્યું- મેં તેમને ફોન કર્યો ન હતો, તેમણે મને ફોન કર્યો હતો. તેઓ એક સોદો કરવા માંગતા હતા અને અમે એક સોદો કરવા માટે તૈયાર છીએ.
રાષ્ટ્રપતિ ટ્રમ્પે આજે ટ્રુથ સોશિયલ પર એક પોસ્ટમાં યુનાઇટેડ સ્ટેટ્સ અને ઈરાન વચ્ચેની વાટાઘાટોની જાહેરાત કરી. ટ્રમ્પે લખ્યું- મને એ જણાવતા આનંદ થાય છે કે છેલ્લા બે દિવસમાં યુનાઇટેડ સ્ટેટ્સ અને ઈરાન વચ્ચે મધ્ય પૂર્વમાં આપણી પરસ્પર દુશ્મનાવટના સંપૂર્ણ અંત અંગે ખૂબ સારી અને અર્થપૂર્ણ ચર્ચા થઈ છે.
ટ્રમ્પે આગળ લખ્યું- આખું અઠવાડિયા ચાલુ રહેનારી આ ઊંડા, વિગતવાર અને રચનાત્મક વાટાઘાટોના મુખ્ય મુદ્દાને ધ્યાનમાં રાખીને મેં યુદ્ધ વિભાગને ઈરાની પાવર પ્લાન્ટ અને ઉર્જા માળખા પરના કોઈપણ અને તમામ લશ્કરી હુમલાઓને પાંચ દિવસ માટે મુલતવી રાખવાનો નિર્દેશ આપ્યો છે.
ઈરાને ટ્રમ્પની વાતને સ્પષ્ટપણે નકારી કાઢી. યુએસ રાષ્ટ્રપતિના નિવેદન પછી ઈરાની રાજ્ય ટેલિવિઝનએ તેની સ્ક્રીન પર એક ગ્રાફિક પ્રદર્શિત કર્યો, જેમાં લખ્યું હતું- ઈરાનની કડક ચેતવણી પછી યુએસ રાષ્ટ્રપતિ પીછેહઠ કરે છે.
ઈરાનની તસ્નીમ ન્યૂઝ એજન્સીએ એક ઈરાની અધિકારીને ટાંકીને કહ્યું- હોર્મુઝ સ્ટ્રેટ તેની યુદ્ધ પહેલાની સ્થિતિમાં પાછું નહીં આવે, અને ઉર્જા બજારો અસ્થિર રહેશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
