<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th March 2026

મુંબઈથી ગુજરાત માટે ખાસ ટ્રેનોની જાહેરાત

બીજી એપ્રિલથી ૩૧ જુલાઈ દરમ્‍યાન ચાલશે જે મુંબઈને ભાવનગર, ગાંધીધામ, ભુજ, વેરાવળ અને ઉધના સાથે જોડશે : પીક સીઝન દરમ્‍યાન મુસાફરીને સરળ બનાવવા માટે આ રૂટ પર આ સ્‍પેશ્‍યલ ટ્રેનો સાથે અનેક ટ્રેનોનું ટાઇમટેબલ નક્કી કરવામાં આવ્‍યું છે

મુંબઈ,તા.૨૪: વેસ્‍ટર્ન રેલવેએ વેકેશનમાં વતન અથવા ફરવા જતા મુસાફરોની વધતી માગને પહોંચી વળવા માટે બાંદરા ટર્મિનસથી ગુજરાતનાં અનેક શહેરો માટે સ્‍પેશ્‍યલ ટ્રેનોની જાહેરાત કરી છે. આ સેવાઓ બીજી એપ્રિલથી ૩૧ જુલાઈ દરમ્‍યાન ચાલશે જે મુંબઈને ભાવનગર, ગાંધીધામ, ભુજ, વેરાવળ અને ઉધના સાથે જોડશે. પીક સીઝન દરમ્‍યાન મુસાફરીને સરળ બનાવવા માટે આ રૂટ પર આ સ્‍પેશ્‍યલ ટ્રેનો સાથે અનેક ટ્રેનોનું ટાઇમટેબલ નક્કી કરવામાં આવ્‍યું છે.

ટ્રેન નંબર ૦૯૨૦૭ ૩ એપ્રિલથી ૩૧ જુલાઈ, ૨૦૨૬ સુધી બાંદરા ટર્મિનસ અને ભાવનગર વચ્‍ચે દોડશે.

ટ્રેન નં. ૦૯૪૧૫ બીજી એપ્રિલથી ૩૦ જુલાઈ સુધી બાંદરા ટર્મિનસ અને ગાંધીધામ વચ્‍ચે દોડશે.

ભુજ માટે ૩ ટ્રેન સેવાઓ પણ શરૂ કરવામાં આવી છે.

ટ્રેન નં. ૦૯૦૩૭  ૩ એપ્રિલથી ૩૧ જુલાઈ સુધી દોડશે.

ટ્રેન નં. ૦૯૦૦૯ પાંચમી એપ્રિલથી ૨૬ જુલાઈ સુધી દોડશે.

ટ્રેન નં. ૦૯૦૧૧ ૭ એપ્રિલથી ૨૮ જુલાઈ સુધી દોડશે.

ટ્રેન નંબર ૦૯૦૧૭ ૫ એપ્રિલથી ૨૬ જુલાઈ સુધી બાંદરાથી વેરાવળ વચ્‍ચે દોડશે.

ઉધના માટે, મુંબઈ અને શહેર વચ્‍ચે બે ખાસ ટ્રેનસેવાઓ શરૂ કરવામાં આવી છે.

 

 

(10:21 AM IST)