હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Tuesday, 24th March 2026
ન્યુઝીલેન્ડમાં પેટ્રોલના ભાવ વધારા સામે રાહત આપવા વડા પ્રધાન દ્વારા રાહત પેકેજની જાહેરાત
૯૧ ઓક્ટેન પેટ્રોલનો ભાવ સતત ૪ અઠવાડિયા સુધી પ્રતિ લિટર $૩ થી નીચે ન આવે ત્યાં સુધી ચાલુ રાખવામાં આવશેઃ યોજનાનો પ્રારંભ ૭એપ્રિલથી થશે

(ધર્મેન્દ્ર બાબરીયા દ્વારા) ઓકલેન્ડ, તા.૨૪: વધતા જતા ઈંધણના ભાવો સામે મધ્યમ અને ઓછી આવક ધરાવતા પરિવારોને રક્ષણ આપવા માટે ન્યૂઝીલેન્ડ સરકારે આજે સંસદમાં એક મહત્વપૂર્ણ રાહત પેકેજની જાહેરાત કરી છે. વડાપ્રધાન ક્રિસ્ટોફર લક્સન અને નાણામંત્રી નિકોલા વિલિસે જણાવ્યું હતું કે આશરે ૧૪૦,૦૦૦ પરિવારોને તેમના ‘ઇન-વર્ક ટેક્સ ક્રેડિટ' (IWTC) માં અઠવાડિયે ઼૫૦નો વધારો આપવામાં આવશે. આ યોજનાનો પ્રારંભ ૭ એપ્રિલ થી થશે અને તે લોકોના પગાર ચક્ર મુજબ સાપ્તાહિક અથવા પખવાડિક ધોરણે સીધા ખાતામાં જમા કરવામાં આવશે. સરકારના અંદાજ મુજબ, આ રાહત પેકેજ પાછળ એક વર્ષમાં આશરે ઼૩૭૩ મિલિયનનો ખર્ચ થશે, જેની વ્યવસ્થા સરકારના ઓપરેટિગ એલાઉન્સમાંથી જ કરવામાં આવશે.
(1:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
