હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મધ્ય પૂર્વના યુદ્ધ વચ્ચે ભારત એલર્ટઃ રાજનાથ સિંહે બોલાવી ઈમરજન્સી બેઠક
દરિયાઈ સીમાઓ અને આકાશમાં અભેદ્ય સુરક્ષા કવચ તૈયાર કરવા આદેશ : સંઘર્ષની વૈશ્વિક અસરો વચ્ચે ત્રણેય પાંખના વડાઓ સાથે કરી વ્યૂહાત્મક સમીક્ષા

નવી દિલ્હી, તા.૨૪: મધ્ય પૂર્વમાં ફાટી નીકળેલા ભીષણ યુદ્ધે સમગ્ર વિશ્વને ચિંતામાં મૂકી દીધું છે, ત્યારે ભારત સરકારે પોતાની સંરક્ષણ સજ્જતાને ટોચના સ્તરે લઈ જવાની કવાયત તેજ કરી છે. ૨૮ ફેબ્રુઆરીના રોજ ઇઝરાયલ અને અમેરિકાના ઈરાન પરના સંયુક્ત હુમલા બાદ જે રીતે પરિસ્થિતિ વણસી છે, તેને જોતા સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે દિલ્હીમાં એક હાઈ-પ્રોફાઈલ બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં આર્મી ચીફ, નેવી ચીફ અને એરફોર્સ ચીફ સહિતના ટોચના લશ્કરી કમાન્ડરો હાજર રહ્યા હતા. સંરક્ષણ મંત્રીએ સ્પષ્ટ સંકેત આપ્યો છે કે પヘમિ એશિયામાં સર્જાયેલી આ અસ્થિરતા વચ્ચે ભારત પોતાના રાષ્ટ્રીય હિતો અને વ્યૂહાત્મક સ્થાપનોની સુરક્ષામાં સહેજ પણ બાંધછોડ કરશે નહીં.
બેઠકમાં ખાસ કરીને રેડ સી (લાલ સમુદ્ર) અને અરબી સમુદ્રમાં વધતા તણાવ પર ગહન ચર્ચા કરવામાં આવી હતી. યુદ્ધના કારણે દરિયાઈ વેપાર માર્ગો પર જે જોખમ ઊભું થયું છ









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
