<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th March 2026

શોર્ટ સર્વિસ કમિશનના મહિલા અધિકારીઓ પરમેનન્‍ટ કમિશન મેળવવા માટે હકદાર

૨૩ વર્ષની લડતનો અંતઃ સશષા દળોમાં લિંગ સમાનતાને મજબૂત કરતો સુપ્રીમ કોર્ટનો એક સીમાચિホરૂપ ચુકાદો

નવી દિલ્‍હી, તા.૨૪: સુપ્રીમ કોર્ટે સશષા દળોમાંસ્ત્રી-પુરુષ સમાનતાના મુદ્દે એક નવો ઈતિહાસ રચી દીધો છે. ચીફ જસ્‍ટિસ સૂર્યકાંતની આગેવાની હેઠળની બેન્‍ચે અત્‍યંત કડક શબ્‍દોમાં જણાવ્‍યું છે કે સૈન્‍ય એ માત્ર પુરુષોની જાગીર નથી. કોર્ટે અવલોકન કર્યું કે અત્‍યાર સુધી મહિલા શોર્ટ સર્વિસ કમિશન અધિકારીઓના વાર્ષિક અહેવાલો એવી પૂર્વગ્રહયુક્‍ત માનસિકતા સાથે તૈયાર કરવામાં આવતા હતા કે તેઓ કાયમી કમિશન માટે લાયક જ નથી. આ ખોટા મૂલ્‍યાંકનને કારણે અનેક તેજસ્‍વી મહિલા અધિકારીઓની કારકિર્દી રૂંધાઈ હતી, જેને હવે કોર્ટે સુધારવાનો આદેશ આપ્‍યો છે.

કોર્ટે પોતાની વિશેષ સત્તા (કલમ ૧૪૨) નો ઉપયોગ કરીને માનવતાવાદી અભિગમ અપનાવ્‍યો છે. કોર્ટે આદેશ આપ્‍યો છે કે જે મહિલા અધિકારીઓને કાયમી કમિશન ન મળવાને કારણે સેવામાંથી મુક્‍ત કરવામાં આવી હતી, તેમને હવે કાગળ પર ૨૦ વર્ષની સેવા પૂર્ણ કરી હોવાનું માનવામાં આવશે. આ ઐતિહાસિક નિર્ણયને કારણે આ મહિલા અધિકારીઓ હવે સન્‍માનજનક પેન્‍શન મેળવવા માટે હકદાર બનશે. જોકે, તેમને ભૂતકાળના પગારની બાકી રકમ મળશે નહીં, પરંતુ નિવળત્તિ પછીનું જીવન સુરક્ષિત બનશે. નોંધનીય છે કે આ આદેશ ખાસ કરીને એ મહિલાઓ માટે સંજીવની સમાન છે જેઓ ઓપરેશન સિંદૂર જેવા જોખમી મિશનોમાં દેશનું ગૌરવ વધારી ચૂકી છે.

આ ચુકાદાએ સેનાની પસંદગી પદ્ધતિ અને કટ-ઓફ માપદંડો પર પણ સવાલો ઉઠાવ્‍યા છે. અદાલતે કેન્‍દ્ર સરકાર અને સેનાને આદેશ આપ્‍યો છે કે તેઓ પોતાની પસંદગીની રીતોની સમીક્ષા કરે જેથી ભવિષ્‍યમાં કોઈ પણ મહિલા અધિકારી સાથે અન્‍યાય ન થાય. જોકે, આ પેન્‍શનનો લાભ JAG અને આર્મી એજ્‍યુકેશન કોર્પ્‍સ કેડરની મહિલાઓને લાગુ પડશે નહીં. સુપ્રીમ કોર્ટનો આ લલકાર દેશની હજારો દીકરીઓ માટે નવી આશા લઈને આવ્‍યો છે, જે સાબિત કરે છે કે રણમેદાન હોય કે અદાલત, ભારતની નારી શક્‍તિ હવે પોતાની ઓળખ સ્‍થાપિત કરવા માટે સજ્જ છે.

આ ચુકાદાનો સૌથી મોટો ફાયદો એ છે કે જે મહિલા અધિકારીઓને સમય પહેલા નિવળત્ત કરી દેવામાં આવી હતી, તેમને હવે કાગળ પર ૨૦ વર્ષની સેવા પૂર્ણ કરી હોવાનું માનવામાં આવશે. આનો અર્થ એ થયો કે ભલે તેઓએ વાસ્‍તવિક રીતે ૨૦ વર્ષ પૂરા ન કર્યા હોય, તેમ છતાં તેમને પૂર્ણ પેન્‍શન અને નિવળત્તિના તમામ નાણાકીય લાભો મળશે. વાયુસેનાના કિસ્‍સામાં કોર્ટે નોંધ્‍યું કે ૨૦૧૯માં નવા નિયમો ઉતાવળમાં લાગુ કરીને મહિલાઓને અન્‍યાય કરવામાં આવ્‍યો હતો. આ તમામ અધિકારીઓને ૧ નવેમ્‍બર, ૨૦૨૫ થી પેન્‍શન મળવાનું શરૂ થશે, જે તેમના આત્‍મસન્‍માનની મોટી જીત છે.

જોકે, સુપ્રીમ કોર્ટે ઓપરેશનલ કારણોસર આ મહિલાઓને ફરીથી સેનામાં લેવાનો (પુનઃસ્‍થાપન) આદેશ આપ્‍યો નથી, પરંતુ સ્‍પષ્ટ કર્યું છે કે તેમની લાયકાતને ઓછી આંકી શકાય નહીં. વિંગ કમાન્‍ડર સુચેતા એડન જેવી અનેક મહિલા લડવૈયાઓ દ્વારા લડાયેલી આ કાનૂની લડાઈ હવે અંતિમ મુકામે પહોંચી છે. કોર્ટે સેના અને નૌકાદળના મૂલ્‍યાંકન મોડલની ખામીઓ ઉઘાડી પાડીને સંદેશ આપ્‍યો છે કે દેશની રક્ષામાં બલિદાન આપનારી દીકરીઓને માત્ર ટેકનિકલ કારણોસર આર્થિક સુરક્ષાથી વંચિત રાખી શકાય નહીં

(3:53 PM IST)