હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
દેશદ્રોહી કાવતરાનો કરુણ અંત: કાશ્મીરી અલગતાવાદી આસિયા અંદ્રાબીને આજીવન કેદ, ભારત વિરુદ્ધ યુદ્ધ છેડવા બદલ દિલ્હી કોર્ટનો ઐતિહાસિક ચુકાદો
UAPA કેસમાં આસિયાની સાથે બે મહિલા સહયોગીઓને પણ 30-30 વર્ષની જેલ; ‘દુખ્તરન-એ-મિલ્લત’ દ્વારા આતંક ફેલાવવાનું પાપ ભારે પડ્યું; NIAની દલીલો બાદ કોર્ટે સંભળાવી આકરી સજા

નવી દિલ્હી: ભારતીય ન્યાયતંત્રએ આજે દેશની સુરક્ષા સાથે ચેડાં કરનારા તત્વોને કડક સંદેશ આપતા એક મોટો ચુકાદો આપ્યો છે. દિલ્હીની એક વિશેષ કોર્ટે મંગળવારે કાશ્મીરી અલગતાવાદી સંગઠન 'દુખ્તરન-એ-મિલ્લત'ની વડા આસિયા અંદ્રાબીને આજીવન કેદની સજા ફટકારી છે. ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ એટલે કે UAPA હેઠળ નોંધાયેલા કેસમાં અંદ્રાબીને ભારત વિરુદ્ધ કાવતરું ઘડવા બદલ દોષિત ઠેરવવામાં આવી છે.
સહયોગીઓને પણ કડક સજા
કોર્ટે માત્ર આસિયા અંદ્રાબી જ નહીં, પરંતુ તેના કાળા કારનામામાં સાથ આપનાર તેની બે સહયોગીઓ - સોફી ફેહમીદા અને નાહિદા નસરીનને પણ ૩૦-૩૦ વર્ષની જેલની સજા ફટકારી છે. એડિશનલ સેશન્સ જજ ચંદર જીત સિંહે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ આ ઐતિહાસિક સજાની જાહેરાત કરી હતી.
કઈ કલમો હેઠળ ઠેરવાયા દોષિત?
આસિયા અંદ્રાબી અને તેની ગેંગ પર અનેક ગંભીર આરોપો હતા, જેમાં નીચે મુજબની કલમોનો સમાવેશ થાય છે:
• UAPA કલમ 20, 38 અને 39: આતંકવાદી સંગઠનના સભ્ય હોવા અને આતંકવાદને ટેકો આપવા બદલ.
• IPC કલમ 121A: ભારત સરકાર વિરુદ્ધ યુદ્ધ છેડવાનું કાવતરું ઘડવા બદલ.
• કલમ 153A અને 153B: વિવિધ જૂથો વચ્ચે દુશ્મનાવટ વધારવી અને રાષ્ટ્રીય એકતાને નુકસાન પહોંચાડવા બદલ.
NIAની ધારદાર રજૂઆત
રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ કોર્ટમાં ભારપૂર્વક રજૂઆત કરી હતી કે આસિયા અંદ્રાબીએ કાશ્મીરના યુવાનોને ભડકાવવાનું અને ભારત વિરુદ્ધ ઝેર ઓકવાનું કામ કર્યું છે. NIA એ માંગ કરી હતી કે રાજ્ય વિરુદ્ધ કાવતરું કરનારાઓને સમાજમાં એક દાખલો બેસે તેવી કઠોર સજા મળવી જોઈએ. તપાસમાં બહાર આવ્યું હતું કે અંદ્રાબી સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમો દ્વારા પાકિસ્તાની આતંકવાદીઓ સાથે સંપર્કમાં હતી અને ખીણમાં અશાંતિ ફેલાવવાના પેંતરા રચતી હતી.
આ ચુકાદાથી અલગતાવાદી જૂથોમાં ફફડાટ વ્યાપી ગયો છે. સરકાર અને સુરક્ષા એજન્સીઓ આ સજાને આતંકવાદ વિરોધી અભિયાનમાં એક મોટી જીત તરીકે જોઈ રહી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
