હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
વિશ્વયુદ્ધના ભય વચ્ચે પીએમ મોદીનું 'શાંતિ મિશન': ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ફોન પર કરી ગંભીર ચર્ચા!
.હોર્મુઝ સ્ટ્રેટ પર ઈરાનની નાકેબંધીથી દુનિયાભરમાં તેલના ભાવ ભડકે બળ્યા : નેતન્યાહૂ અને પેઝેશ્કિયન બાદ હવે ટ્રમ્પ સાથે મોદીની વાતચીત : શું ભારત મધ્ય-પૂર્વના સંકટમાં મધ્યસ્થી બનશે?

નવી દિલ્હી: મધ્ય-પૂર્વમાં ઈરાન, ઈઝરાયલ અને અમેરિકા વચ્ચે ચાલી રહેલું ભીષણ યુદ્ધ હવે તેના 25મા દિવસમાં પ્રવેશી ગયું છે ત્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વૈશ્વિક શાંતિ માટે કમાન સંભાળી છે. મંગળવારે પીએમ મોદીએ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ટેલિફોનિક વાતચીત કરી આ ગંભીર પરિસ્થિતિ પર ચર્ચા કરી હતી. ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરે આ ઐતિહાસિક સંવાદની પુષ્ટિ કરી છે. પીએમ મોદીએ ટ્રમ્પ સમક્ષ ખાસ કરીને 'હોર્મુઝ સ્ટ્રેટ' (Hormuz Strait) ના માર્ગે થતા શિપિંગમાં સર્જાયેલા અવરોધ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. નોંધનીય છે કે અગાઉ પીએમ મોદી ઈરાનના રાષ્ટ્રપતિ અને ઈઝરાયલના વડાપ્રધાન સાથે પણ વાત કરી ચૂક્યા છે, જે દર્શાવે છે કે ભારત આ સંઘર્ષમાં એક મહત્વપૂર્ણ સંતુલન જાળવનાર તરીકે ઉભરી રહ્યું છે.
હાલમાં સૌથી મોટી ચિંતા હોર્મુઝ સ્ટ્રેટની નાકેબંધી છે, જેને ઈરાને સંપૂર્ણપણે બંધ કરી દીધું છે. ઈરાને ટ્રમ્પની કડક ધમકીઓને નજરઅંદાજ કરીને સ્પષ્ટ જાહેર કર્યું છે કે ઈઝરાયલ કે અમેરિકાના સાથી દેશોના જહાજોને અહીંથી તેલનું એક ટીપું પણ લઈ જવા દેવામાં આવશે નહીં. આ હઠાગ્રહને કારણે એશિયાથી લઈને યુરોપ સુધી તેલ અને ગેસના ભાવ આસમાને પહોંચી ગયા છે. પીએમ મોદીએ ટ્રમ્પ સાથેની વાતચીતમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે, માનવતાના હિતમાં અને વૈશ્વિક અર્થતંત્રને બચાવવા માટે હોર્મુઝ સ્ટ્રેટનો માર્ગ સંવાદ દ્વારા ફરીથી ખોલવો અત્યંત અનિવાર્ય છે. ભારતની આ પહેલ પાછળ મધ્ય-પૂર્વના અન્ય દેશો જેવા કે સાઉદી અરેબિયા, UAE અને ઓમાનનો પણ સાથ મળી રહ્યો છે.
આ સંઘર્ષની અસર માત્ર યુદ્ધના મેદાન પૂરતી મર્યાદિત નથી, પરંતુ સામાન્ય માણસના રસોડા સુધી પહોંચી છે. તેલની અછતને કારણે અનેક દેશોમાં પરિવહન અને જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવ વધતા રોજીંદુ જીવન ખોરવાયું છે. પીએમ મોદીએ તમામ પક્ષોને 'યુદ્ધ નહીં પણ સંવાદ'નો મંત્ર આપ્યો છે અને શાંતિ સ્થાપિત કરવા માટે તમામ પ્રાદેશિક નેતાઓને સહયોગ આપવા અપીલ કરી છે. હવે આખી દુનિયાની નજર એ વાત પર છે કે મોદી અને ટ્રમ્પ વચ્ચેની આ વાતચીત બાદ ઈરાન પોતાનું વલણ નરમ પાડે છે કે કેમ, કારણ કે ભારત તે થોડા દેશોમાંનું એક છે જેના ઈરાન અને અમેરિકા બંને સાથે ગાઢ સંબંધો છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
