હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
રણવીરસિંહને ભૂલ ભારે પડી: 'કાંતારા 2' ના દૈવી દ્રશ્યોની મિમિક્રી બદલ કર્ણાટકમાં સોગંદનામું રજૂ કરીને બિનશરતી માગશે માફી
'કાંતારા 2' ના અત્યંત સંવેદનશીલ દ્રશ્યની નકલ કરવાના મામલે થયેલી કાયદાકીય કાર્યવાહીમાં હવે નવો વળાંક આવ્યો: જાણો વિવાદ કઈ રીતે વણસ્યો અને ઋષભ શેટ્ટીના વલણ પાછળનું કારણ શું છે ?

મુંબઈ :બોલિવૂડ સુપરસ્ટાર રણવીર સિંહ કાયદાકીય ગૂંચમાં ફસાયા છે. સાઉથના દિગ્ગજ ડાયરેક્ટર ઋષભ શેટ્ટીની ફિલ્મ 'કાંતારા 2'ના એક મહત્વપૂર્ણ દ્રશ્યની મિમિક્રી કરવા બદલ સર્જાયેલા વિવાદમાં હવે રણવીરે નમતું જોખ્યું છે. રણવીર સિંહ આગામી 10 એપ્રિલ, 2026 ના રોજ કર્ણાટક હાઈકોર્ટમાં એક સોગંદનામું રજૂ કરશે, જેમાં તે પોતાના કૃત્ય બદલ બિનશરતી માફી માગશે.
ફેબ્રુઆરી મહિનામાં રણવીર સિંહ પર આરોપ લાગ્યો હતો કે તેણે 'કાંતારા 2' ના 'દૈવ દ્રશ્ય' ની મિમિક્રી કરીને કન્નડ સમુદાયની ધાર્મિક અને સાંસ્કૃતિક લાગણીઓને ઠેસ પહોંચાડી છે. આ મામલે રણવીર વિરુદ્ધ એફઆઈઆર પણ દાખલ કરવામાં આવી હતી. ત્યારબાદ રણવીરે ધરપકડથી બચવા માટે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. જોકે રણવીરે અગાઉ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને માફી માગી હતી, પરંતુ ફરિયાદ પક્ષના વકીલે તેને માત્ર એક દેખાવો ગણાવ્યો હતો.
રણવીરના વકીલે કોર્ટમાં ખાતરી આપી છે કે તેઓ અભિનેતાને મૈસુરના પ્રસિદ્ધ ચામુંડી મંદિર જઈને વ્યક્તિગત રીતે માફી માગવા માટે પણ મનાવશે. હાઈકોર્ટે હાલમાં રણવીર સામે કોઈ કડક કાર્યવાહી ન કરવા નિર્દેશ આપ્યો છે. રસપ્રદ વાત એ છે કે, એક તરફ આ વિવાદ ચાલી રહ્યો છે, તો બીજી તરફ ઋષભ શેટ્ટીએ રણવીર સિંહની તાજેતરની ફિલ્મ 'ધુરંધર 2' ના સોશિયલ મીડિયા પર વખાણ કર્યા છે. હવે જોવાનું એ રહેશે કે 10 એપ્રિલે રણવીરની માફી બાદ આ વિવાદનો કાયમી અંત આવે છે કે કેમ.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
