હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Wednesday, 25th March 2026
રાત્રે સોનિયા ગાંધીની અચાનક તબિયત લથડી: સર ગંગા રામ હોસ્પિટલમાં દાખલ કરાયા
કોંગ્રેસ સંસદીય પક્ષના નેતા અને રાજ્યસભા સાંસદ સોનિયા ગાંધીને છાતીમાં તકલીફને કારણે સર ગંગા રામ હોસ્પિટલમાં દાખલ કરાયા

નવી દિલ્હી: કોંગ્રેસ સંસદીય પક્ષના નેતા અને રાજ્યસભા સાંસદ સોનિયા ગાંધીની તબિયત મંગળવારે રાત્રે અચાનક બગડી ગઈ. તેમને તાત્કાલિક દિલ્હીની સર ગંગા રામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. 79 વર્ષીય સોનિયા ગાંધીને છાતીમાં તકલીફને કારણે સર ગંગા રામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.
૭૯ વર્ષીય સોનિયા ગાંધીને છાતીમાં દુખાવાના કારણે સર ગંગા રામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાના અહેવાલ છે. ડો. અનુપ બાસુની દેખરેખ હેઠળ તેમની સારવાર કરવામાં આવી રહી છે. સોનિયા ગાંધી સાથે પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધી પણ હોસ્પિટલમાં હાજર છે. ડોકટરોના મતે, સોનિયા ગાંધી હાલમાં સારી સ્થિતિમાં છે.
(12:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
