News of Wednesday, 25th March 2026
સૌથી ગરીબ ૫૦% લોકો પાસેથી ૬૪% તો શ્રીમંતો પાસેથી માત્ર ૪% GST વસૂલાય છે
ખેડૂતો અને GST અનેક મુદ્દાઓ પર સરકારને ઘેરી : કોંગ્રેસે સરકાર ઉપર તડાપીટ બોલાવી

નવી દિલ્હી તા.૨૫: લોકસભામાં કોંગ્રેસના સાંસદ ડો. કિરણ નામદેવે નાણાં બિલ ૨૦૨૬ પર કેન્દ્ર સરકારની ટીકા કરી, જેમાં શ્રીમંત અને ગરીબ વચ્ચેનું અંતર કેવી રીતે વધી રહ્યું છે તે દર્શાવ્યું. તેમણે ગરીબ ૫૦% વસ્તી પર GST વસૂલવા પર પણ પ્રશ્ન ઉઠાવ્યો. તેમણે ભારત સરકારની કર પ્રણાલી પર પણ પ્રશ્ન ઉઠાવ્યો. તેમણે કહ્યું કે ખેડૂતોના ખેતી ખર્ચમાં વધારો થયો છે, તેમનો લઘુત્તમ ટેકાના ભાવ (MSP) યથાવત છે, તેમાં ફેરફાર કરવા જોઈએ.
દેશની વસ્તીના ૧% લોકો પાસે ૪૦% સંપત્તિ છે, જ્યારે સૌથી ગરીબ ૫૦% લોકો પાસે ફક્ત ૩% થી ૬% સંપત્તિ છે. આ અસમાનતાને દૂર કરવા માટે બિલ કંઈ આપતું નથી.
આપણી કર પ્રણાલી ખામીયુક્ત છે. આપણે સૌથી ગરીબ ૫૦% લોકો પાસેથી ૬૪% GST વસૂલીએ છીએ અને સૌથી ધનિક ૧૦% લોકો પાસેથી માત્ર ૪% GST વસૂલીએ છીએ.
અગાઉ, તેના X હેન્ડલ પર બીજી પોસ્ટમાં, કોંગ્રેસ પક્ષે ભાજપ અને ચૂંટણી પંચ પર ગંભીર આરોપો લગાવ્યા હતા. કોંગ્રેસ પક્ષે લખ્યું હતું કે ચૂંટણી પંચ ભાજપનું છે, અને ભાજપ ચૂંટણી પંચ છે. આમાં કોઈ શંકા ન હોવી જોઈએ. ચૂંટણી પંચે ભાજપની મહોર ધરાવતો પત્ર જારી કર્યો.
ખૂબ હોબાળો થયા પછી, ચૂંટણી પંચે ભૂલ સ્વીકારી અને સંબંધિત અધિકારીને સસ્પેન્ડ કર્યા. પરંતુ પછી, એ જ ચૂંટણી પંચે કેરળ પોલીસ દ્વારા, સોશિયલ મીડિયા પર પત્ર શેર કરનારાઓને નોટિસ મોકલી. જો ભૂલ સ્વીકારાઈ ગઈ હોય, તો બધાને નોટિસ મોકલવાનો શું અર્થ હતો? આ કેરળમાં ભાજપ અને ન્ઝજ્ વચ્ચેની મિલીભગતનો સ્પષ્ટ પુરાવો છે.
ભાજપનો સીલ ચૂંટણી પંચના કાર્યાલયમાં શું કરી રહ્યો હતો? શું ચૂંટણી પંચ હવે ભાજપ વતી દસ્તાવેજો જારી કરી રહ્યું છે? આ બધી કહેવાતી ૅભૂલોૅ ફક્ત ભાજપને જ કેમ મળે છે? જ્યારે પણ ચ્સ્પ્ સાથે છેડછાડ અથવા ભૂલો મળી આવે છે ત્યારે મત હંમેશા ભાજપની તરફેણમાં કેમ જાય છે?
(10:02 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
