<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th March 2026

યુદ્ધ વચ્‍ચે કુદરતી પ્રકોપઃ UAEમાં પૂરના પાણીની રેલમછેલ

દુબઈ, શારજાહમાં ધોધમાર વરસાદ વરસ્‍યો છે. આ તરફ પાડોશી દેશ ઓમાનમાં પણ વરસાદે જળપ્રલય જેવી સ્‍થિતિનું નિર્માણ કર્યું

દુબઇ તા.૨૫: ભીષણ યુદ્ધ વચ્‍ચે ખાડી દેશોની મુશ્‍કેલી મેઘરાજાએ વધારી દીધી છે. આ દ્રશ્‍યો સંયુક્‍ત અરબ અમિરાત એટલે કે શ્‍ખ્‍ચ્‍ના વિવિધ શહેરના છે. અહીં દુબઈ, શારજાહમાં ધોધમાર વરસાદ વરસ્‍યો છે. આ તરફ પાડોશી દેશ ઓમાનામાં પણ વરસાદે જળપ્રલય જેવી સ્‍થિતિનું નિર્માણ કર્યું છે. આ ખાડી દેશો સામાન્‍ય રીતે ઓછા વરસાદથી પરેશાન હોય છે પરંતુ છેલ્‍લા કેટલાક સમયથી માર્ચ-એપ્રિલના આ સમયગાળા દરમિયાન અહીં એકસાથે અનરાધાર વરસાદની સ્‍થિતિ સર્જાઈ રહી છે. હાલમાં આ વિસ્‍તારમાં સાયક્‍લોનિક સર્ક્‍યુલેશન સહિતની સિસ્‍ટમ સર્જાતાં ધોધમાર વરસાદ વરસ્‍યો છે. જેના કારણે પૂરની સ્‍થિતિનું નિર્માણ થયું છે. UAEના હવામાન વિભાગ તરફથી હજુ પણ ૨૪ માર્ચે કેટલાક વિસ્‍તારમાં ઓરેન્‍જ એલર્ટ અને યલો એલર્ટ અપાયું છે. સાથે જ ધૂળની આંધીની પણ આગાહી છે. કેટલાક વિસ્‍તારમાં ૫૦ કિમીની ઝડપથી પવન ફૂંકાઈ શકે છે. નિષ્‍ણાતોનું માનવું છે કે હાલમાં સક્રિય થયેલી સિસ્‍ટમને અરબ સાગર, ઓમાનની ખાડી તથા પર્શિયન ખાડીમાંથી પણ પૂરતો ભેજ મળી રહ્યો હોવાથી વરસાદ વધુ વરસી રહ્યો છે.

(10:05 AM IST)