<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th March 2026

આયુર્વેદથી TBની સારવારઃ ૮ સંસ્‍થામાં ક્‍લિનિકલ ટ્રાયલ

નવી દિલ્‍હી,તા.૨૫: ભારતે મંગળવારે વિશ્વમાં પહેલીવાર એવી ક્‍લિનિકલ સ્‍ટડી શરૂ કરી છે, જેમાં પરંપરાગત આયુર્વેદને આધુનિક ક્ષયરોગ (ટીબી) સારવાર સાથે પૂરક તરીકે વૈજ્ઞાનિક રીતે મૂલ્‍યાંકન કરવામાં આવશે. આ અભ્‍યાસમાં આઠ સંસ્‍થાઓમાં ૧,૨૫૦ નવા નિદાન થયેલા ટીબી દર્દીઓનો સમાવેશ કરાશે, જેમાં શરીરનું વજન, પોષણ પરિણામો, રોગની પ્રગતિ, જીવનની ગુણવત્તા અને સહનશીલતા પર ધ્‍યાન કેન્‍દ્રિત કરવામાં આવશે. અભ્‍યાસના લોન્‍ચ પ્રસંગે કેન્‍દ્રીય મંત્રી જિતેન્‍દ્ર સિઘે જણાવ્‍યું હતું કે, ‘‘સફળ સારવાર પછી પણ ઘણા ટીબી દર્દીઓ નબળાઈ, વજનમાં ઘટાડો અને જીવનની ગુણવત્તામાં ઘટાડાનો અનુભવ કરતા રહે છે, જે સહાયક અને હોસ્‍ટ-ડાયરેક્‍ટેડ થેરાપીની જરૂરિયાત દર્શાવે છે.ભારતની સમૃદ્ધ આયુર્વેદ પરંપરા આવી હસ્‍તક્ષેપ માટે અનોખી તકો આપે છે.

 

(10:14 AM IST)