News of Wednesday, 25th March 2026
યુનિ. શાંતિપૂર્ણ પ્રદર્શન પર નિયંત્રણ ન મુકી શકેઃ હાઈકોર્ટ

નવી દિલ્હી,તા.૨૫: સંચાલકોની વિચારધારા સાથે મેળ ના ખાતા હોવાના કારણ માત્રને લીધે ભાષણ અને વિચારોની શાંતિપૂર્ણ અભિવ્યક્તિ પર નિયંત્રણ ના મુકી શકાય તેમ જણાવતાં દિલ્હી હાઈકોર્ટે ડો. બી.આર. આંબેડકર યુનિવર્સિટીના એક વિદ્યાર્થીનું સસ્પેન્શન રદ કર્યું હતું. આ વિદ્યાર્થી પર વિરોધ પ્રદર્શન પર ભાગ લેવાનો આરોપ મુકી તેને સસ્પેન્ડ કરાયો હતો. જસ્ટિસ જસમીત સિઘે યુનિવર્સિટીને જણાવ્યું હતું કે, યુનિવર્સિટીએ એવું વાતાવરણ ઉભું કરવું જોઈએ કે જેમાં વિદ્યાર્થીઓ શૈક્ષણિક અથવા જાહેર સમસ્યાઓને લગતી ચર્ચાઓમાં ભાગ લેવાની સ્વતંત્રતા અનુભવે. શાંતિપૂર્ણ વિરોધ તથા અહિંસક અસહમતિ એ આવા માહોલનો હિસ્સો હોવી જોઈએ.
(10:15 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
