<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th March 2026

જાહેર બેન્‍કોમાં દાવા વિના રૂ.૬૦,૫૧૮ કરોડ RBIમાં જમા

નવી દિલ્‍હી,તા.૨૫:  જાહેર ક્ષેત્રની બેન્‍કોએ જાન્‍યુઆરી, ૨૦૨૬ સુધીમાં દાવો કર્યા વગર પડી રહેલી રૂ. ૬૦,૫૧૮ કરોડની રકમ રિઝર્વ બેન્‍કમાં ટ્રાન્‍સફર કરી છે. આ રકમ રિઝર્વ બેન્‍કના ડીપોઝિટર એજ્‍યુકેશન એન્‍ડ અવેરનેસ (ડીઈએ) ફંડમાં જમાં કરવાઈ છે.

આ અંગે રાજ્‍યસભામાં માહિતી આપતાં રાજ્‍યકક્ષાના કેન્‍દ્રીય નાણાં મંત્રી પંકજ ચૌધરીએ જણાવ્‍યું હતું કે, ફેબ્રુઆરી મહિનાના અંત સુધીમાં વીમાની દાવો કર્યા વગર પડી રહેલી રકમ રૂ. ૮,૯૭૩.૮૯ કરોડ તથા મ્‍યુચ્‍યુઅલ ફંડ્‍સની રકમ રૂ. ૩,૭૪૯.૩૪ કરોડ હતી. યોગ્‍ય દાવેદારોની સમયસર ઓળખ તથા દાવા વગર પડી રહેલી નાણાકીય અસ્‍ક્‍યામતો તથા તેમાં થતાં નવા ઉમેરાને ઘટાડવા માટે તથા નાગરિકો માટે દાવાની પ્રક્રિયાને સરળ બનાવવા માટે સરકાર દ્વારા વિવિધ પગલાં લેવાયા છે.

(10:15 AM IST)