<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th March 2026

અન્ના દ્રમુક મતદારોને મફતમાં રેફ્રિજરેટ આપશે

ચોખાનું રેશનકાર્ડ ધરાવનારા લોકોને એક કિલો દાળ અને એક લિટર ખાદ્યતેલ પણ મફતમાં આપવામાં આવશે : AIADMKના દિવગંત સુપ્રીમો જયલલિતાએ પંખા, મિક્ષર, સાડી જેવી વસ્‍તુઓ મફતમાં આપી હતી

ચેન્નાઇ,તા.૨૫: તામિલનાડુના અત્‍યંત મહત્‍વના ગણાતા રાજકીય પક્ષ ઓલ ઇન્‍ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કઝગમ (એઆઇએડીએમકે)ના મહામંત્રી એડાપડ્ડી પલાનીસ્‍વામીએ મંગળવારે જાહેરાત કરી હતી કે ૨૦૨૬ની વિધાનસભાની ચૂંટણીમાં જો તેમનો પક્ષ સત્તામાં આવશે તો ચોખાનું રેશનકાર્ડ ધરાવતા પ્રત્‍યેક વ્‍યક્‍તિને વિના મૂલ્‍યે એક રેફ્રિજેટરની ભેટ આપવામાં આવશે. એટલું જ નહીં તેમણે વધુમાં એવી પણ ખાતરી આપી હતી કે ચોખાનું રેશનકાર્ડ ધરાવનારા લોકોને એક કિલો દાળ અને એક લિટર ખાદ્યતેલ પણ મફતમાં આપવામાં આવશે.

પલાનીસ્‍વામીની તમામ જાહેરાતો તેમના પક્ષની વિચારધારાને તદ્દન ફીટ બેસે છે, કેમ કે તેમના પક્ષના ભૂતપૂર્વ પ્રમુખ અને તામિલનાડુના ભૂતપૂર્વ મુખ્‍યમંત્રી જયલલિતાએ પણ ૨૦૧૧ની વિધાનસભાની ચૂંટણી પહેલાં તેમના પક્ષના ઢંઢેરામાં મતદારોને પંખા, મિક્ષર, સાડી જેવી ચીજવસ્‍તુઓ મફતમાં આપવાની જાહેરાત કરી હતી. તે ચૂંટણીમાં જ્‍વલંત વિજાય પ્રાપ્ત કરીને સત્તા ગ્રહણ કર્યા બાદ તેમણે તેમના મતદારોને આ ચીજવસ્‍તુઓનું મફતમાં વિતરણ કર્યું હતું.

એઆઇએડીએમકેના અહીં આવેલાં વડા મથકે ૨૩ એપ્રિલની વિધાનસભાની ચૂંટણી માટે પક્ષનો ઢંઢેરો જાહેર કરતાં પલાનીસ્‍વામીએ કહ્યું હતું કે મફતમાં ફ્રિજ આપવાથી ગૃહીણીના કામનો બોજ ઘણા અંશે ઘટી જશે. અમારા પક્ષે આ અગાઉ યોગ્‍યતા ધરાવતા પ્રત્‍યેક પરિવારને એક વર્ષમાં ત્રણ ગેસ સિલિન્‍ડર મફતમાં આપવાની, અને બળદ કે આખલાનું પાલનપોષણ કરનાર પશુપાલકનું જલીકટ્ટુની રમત-ગમત દરમ્‍યાન મોત થાય તો તેના પરિવારને ડ્ડ ૧૦ લાખની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે. 

પલાનીસ્‍વામીએ મહિલા મતદારો માટે પણ શ્રેણીબદ્ધ વચનો જાહેર કર્યા છે જેમાં પ્રત્‍યેક મહિલાને માસિક રૂ.૨૦૦૦ની રોકડ સહાય, નોકરી કે કામ-ધંધો કરતી પાંચ લાખ મહિલાઓને દ્વિચક્રી વાહન, શિક્ષણલોનમાં માફી જેવા લોભામણા વચનો આપ્‍યા છે

(10:16 AM IST)