<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th March 2026

ઇરાને તેલ અવીવ સહિત સેન્ટ્રલ ઇઝરાયલ પર ક્લસ્ટર હેડ અને બેલેસ્ટિક મિસાઇલથી ઘાતક પ્રહાર કર્યા

ઇરાકના ઇરબિલ શહેરમાં આવેલ અમેરિકન સૈનિક બેઝ પર પણ ઇરાને ડ્રોન સ્ટ્રાઇક કરી હોવાનો દાવો

નવી દિલ્હી : યુદ્ધના 26મા દિવસે ઇરાન અને ઇઝરાયલ વચ્ચેનો સંઘર્ષ વધુ ઉગ્ર બન્યો છે. ઇરાને તેલ અવીવ સહિત સેન્ટ્રલ ઇઝરાયલ પર ક્લસ્ટર હેડ અને બેલેસ્ટિક મિસાઇલથી ઘાતક પ્રહાર કર્યા હોવાના અહેવાલો સામે આવ્યા છે. આ હુમલાઓ બાદ અનેક ઇમારતોમાં ભીષણ આગ લાગી છે, જેના કારણે ભારે નુકસાન થયું હોવાની આશંકા છે. બીજી તરફ, ઇરાકના ઇરબિલ શહેરમાં આવેલ અમેરિકન સૈનિક બેઝ પર પણ ઇરાને ડ્રોન સ્ટ્રાઇક કરી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. સમગ્ર વિસ્તારમાં તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતા વધતી જઈ રહી છે

(11:09 AM IST)