News of Wednesday, 25th March 2026
બુલીયન માર્કેટમાં પુનઃ તેજીઃ સોનામાં ૮,૦૦૦- ચાંદીમાં ૯,૦૦૦ રૂા.નો ઉછાળો
સોનાના ભાવ વધીને ૧,૪૯,૫૦૦ તથા ચાંદીના ભાવ ૨,૪૦,૦૦૦ રૂા. થયા

રાજકોટ તા.૨૫: બુલીયન માર્કેટમાં સતત ઘટાડા બાદ ફરી તેજી જોવા મળી છે. સોનામાં ૮,૦૦૦ અને ચાંદીમાં ૯,૦૦૦ રૂા.નો ઉછાળો થયો છે.
બુલીયન માર્કેટમાં ડોલરમાં તેજીને પગલે સ્થાનીક બજારમાં સોનામાં ૮,૦૦૦ રૂા.નો ભાવવધારો થયો હતો. ગઇકાલે સોનુ સ્ડાર્ન્ડડ (૧૦ ગ્રામ)ના ભાવ ૧,૪૧,૫૦૦ રૂા. હતા તે વધીને આજે ૧,૪૯,૫૦૦ રૂા. થયા છે. સોનાના બીસ્કીટમાં એક જ ઝાટકે ૮૦,૦૦૦ રૂા.નો ઉછાળો થયો છે. સોનાના બીસ્કીટ (૧૦૦ ગ્રામ)ના ભાવ ૧૪,૧૫,૦૦૦ રૂા. હતા તે વધીને ૧૪,૯૫,૦૦૦ રૂા.ની સપાટીએ ભાવ પહોંચ્યા છે.
સોનાની સાથે ચાંદીમાં પણ તેજીની ચમક જોવા મળી હતી. બુલીયન માર્કેટમાં સેન્ટમાં તેજીને પગલે સ્થાનીક બજારમાં ચાંદીમાં ૯,૦૦૦ રૂા. વધ્યા હતા. ગઇકાલે ચાંદી ૧ કિલોના ભાવ ૨,૩૧,૦૦૦ રૂા. હતા તે વધીને આજે ૨,૪૦,૦૦૦ રૂા. થયા છે.સોનાના ભાવ ૧,૩૭,૦૦૦ રૂા. અને ચાંદીના ભાવ ૨,૦૫,૦૦૦ રૂા.ની નીચી સપાટીએ સ્પર્શ કર્યા બાદ બન્ને કિંમતી ધાતુઓમાં ફરી ભાવવધારો જોવા મળી રહયો છે.(૨.૧૩)
(3:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
