News of Wednesday, 25th March 2026
આખરે રોહિત પવારે બેન્ગલોરમાં અજિત પવારના પ્લેન-ક્રેશ સંદર્ભે પોલીસ-ફરિયાદ નોંધાવી
ફક્ત દુર્ઘટના નહોતી, પણ નાયબ મુખ્ય પ્રધાનની હત્યા કરવાનું મોટું કાવતરું હોઈ શકે છે

બેન્ગલોર,તા.૨૫: બારામતી ઍરપોર્ટ પાસે ૨૮ જાન્યુઆરીએ થયેલા પ્લેન-ક્રેશમાં અજિત પવાર ઉપરાંત અન્ય ૪ જણનાં મોત થયાં હતાં એ કેસમાં એ અકસ્માત નહીં પણ તેમની હત્યા કરવાનું કાવતરું હોઈ શકે એવી શંકા દર્શાવીને અજિત પવારના ભત્રીજા અને નેશનલિસ્ટ કોન્ગ્રેસ પાર્ટી (SP)ના વિધાનસભ્ય રોહિત પવાર પોલીસમાં ફરિયાદ કરવા બહુ જ પ્રયાસ કરી રહ્યા હતા. આખરે ગઈ કાલે તેમણે કર્ણાટકના બેન્ગલોરમાં આવેલા શેષાદ્રિપુરમ પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ કરતાં ઝીરો FIR નોંધવામાં આવ્યો છે. આ પહેલાં રોહિત પવારે ૨૫ ફેબ્રુઆરીએ મરીન ડ્રાઇવ પોલીસમાં અને ૨૬ ફેબ્રુઆરીએ બારામતી પોલીસ-સ્ટેશનમાં આ બાબતે ફરિયાદ નોંધાવવાનો પ્રયાસ કર્યો હતો, પણ પોલીસે તેમની ફરિયાદ લીધી નહોતી.
આ કેસની તપાસ પુણેનો ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટ (CID) ઍક્સિડેન્ટલ ડેથ રિપોર્ટ પ્રમાણે કરી રહી છે. રોહિત પવારે પોતાની ફરિયાદમાં કહ્યું છે કે એ ફક્ત દુર્ઘટના નહોતી, પણ નાયબ મુખ્ય પ્રધાનની હત્યા કરવાનું મોટું કાવતરું હોઈ શકે છે
(2:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
