<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th March 2026

હવે ગેસ સિલિન્‍ડર ૨૫ દિવસે બુક કરાવી શકાશેઃ ગ્રામીણ વિસ્‍તારો માટે ૪૫ દિવસ

યુદ્ધની અસરો વચ્‍ચે LPG રિફિલિંગના નિયમો અંગે સોશિયલ મીડિયા પર ફેલાયેલી અફવા અંગે સરકારે સ્‍પષ્ટતા કરીઃ વર્તમાન નિયમો જ લાગુ રહેશે

 

નવી દિલ્‍હી, તા.૨૫: ઈરાન અને ઈઝરાયેલ વચ્‍ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધને કારણે વિશ્વભરમાં ઇંધણના પુરવઠા પર જોખમ તોળાઈ રહ્યું છે, ત્‍યારે ભારતમાં ગેસ સિલિન્‍ડરના બુકિંગને લઈને ભારે અફડાતફડીનો માહોલ જોવા મળ્‍યો હતો. હોર્મુઝ સ્‍ટ્રેટમાં સર્જાયેલી અડચણોને પગલે એવી અફવાઓ ઉડી હતી કે સરકારે ગેસ રિફિલિંગ માટેના દિવસો વધારી દીધા છે. મીડિયા રિપોર્ટ્‍સમાં દાવો કરાયો હતો કે હવે ગ્રાહકોએ ૩૫ દિવસ સુધી રાહ જોવી પડશે. જોકે, કેન્‍દ્ર સરકારે તાત્‍કાલિક અસરથી આ અહેવાલોને નકારી કાઢયા છે અને સ્‍પષ્ટ કર્યું છે કે નિયમોમાં કોઈ પણ પ્રકારનો નવો ફેરફાર કરવામાં આવ્‍યો નથી, જેથી ગ્રાહકોએ ખોટી ચિંતા કરવાની જરૂર નથી.

સરકારે વિગતવાર સ્‍પષ્ટતા કરતા જણાવ્‍યું છે કે સોશિયલ મીડિયા પર જે ૪૫ દિવસ કે ૩૫ દિવસના આંકડાઓ ફરી રહ્યા છે તે તદ્દન ભ્રામક છે. ખાસ કરીને ઉજ્જવલા યોજના અને સામાન્‍ય કનેક્‍શન વચ્‍ચેના ભેદભાવવાળા જે અહેવાલો વહેતા થયા હતા, તેમાં કોઈ તથ્‍ય નથી. મંત્રાલયના જણાવ્‍યા અનુસાર, ઈંધણ પુરવઠાની સાંકળ સુરક્ષિત રાખવા માટે તમામ પગલાં લેવામાં આવ્‍યા છે અને હાલમાં જે જૂની સિસ્‍ટમ અમલમાં છે તે જ યથાવત રહેશે. અફવા ફેલાવનારા તત્‍વો સામે પણ સરકાર કડક વલણ અપનાવી રહી છે જેથી બજારમાં કળત્રિમ અછત ઊભી ન થાય.

વર્તમાન નિયમો મુજબ, શહેરી અને ગ્રામીણ વિસ્‍તારો માટે બુકિંગનો સમયગાળો અગાઉની જેમ જ નિર્ધારિત છે. શહેરી વિસ્‍તારોમાં ગ્રાહકો ૨૫ દિવસ પછી પોતાનું LPG રિફિલ બુક કરાવી શકે છે, જ્‍યારે ગ્રામીણ વિસ્‍તારો માટે આ મર્યાદા ૪૫ દિવસની રાખવામાં આવી છે. આ નિયમ યથાવત છે અને તેમાં કોઈ ફેરફાર થયો નથી. ગ્રાહકોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ અધિકળત ગેસ એજન્‍સી અથવા મંત્રાલયની વેબસાઈટ પરની માહિતીને જ સાચી માને અને સંગ્રહખોરી જેવી પ્રવળત્તિઓથી દૂર રહે.

(3:01 PM IST)