News of Wednesday, 25th March 2026
ભારત વિશ્વનો છઠ્ઠો સૌથી પ્રદૂષિત દેશઃ ટોચના ૫૦ શહેરોમાં ૨૯ આપણા
દિલ્હીને વિશ્વની સૌથી પ્રદૂષિત રાજધાની જાહેર કરવામાં આવી પાકિસ્તાન વિશ્વમાં સૌથી વધુ પ્રદુષિત હવા ધરાવતો દેશ રહ્યો

નવી દિલ્હી તા.૨૫: દર વર્ષે શીયાળા દરમિયાન દિલ્હીમાં વાયુ પ્રદુષણની સમસ્યા ચર્ચાનો વિષય રહે છે, પરંતુ ભારતના અન્ય ઘણા શહેરોમાં વાયુ પ્રદુષણ ચિતાજનક છે. સ્વિસ કંપની IQAir દ્વારા મંગળવારે જાહેર કરવામાં આવેલા વર્લ્ડ એર ક્વોલિટી રિપોર્ટ ૨૦૨૫માં જણાવવામાં આવ્યું ભારત વિશ્વનો છઠ્ઠો સૌથી પ્રદૂષિત દેશ છે.
નોંધનીય છે કે IQAir હવાનું પ્રદુષણ માપવા અને હવા શુદ્ધ કરવાના ઉપકરણો બનાવે છે અને દર વર્ષે વિશ્વમાં વાયુ પ્રદુષણ અંગે રીપોર્ટ તૈયાર કરે છે. વર્ષ ૨૦૨૫ના એર ક્વોલિટી રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે પાર્ટિક્યુલેટ મેટર (PM2.5) ની સાંદ્રતા ત્રણ વર્ષના નીચલા સ્તરે પહોંચી છે, છતાં ભારત વિશ્વનો છઠ્ઠો સૌથી પ્રદૂષિત દેશ રહ્યો.
IQAirના રીપોર્ટ અનુસાર ૨૦૨૫માં ભારતની પોપ્યુલેશન-વેઇટેડ વાર્ષિક સરેરાશ PM2.5 સાંદ્રતા ૪૮.૯ Ãg/mÀ હતી, જે વર્ષ ૨૦૨૪માં નોંધાયેલી માત્રા ૫૦.૬ Ãg/mÀ કરતા ૩% ઓછી છે, આ માત્ર વર્ષ ૨૦૨૩માં ૫૪.૪ Ãg/mÀ હતી.
IQAirના વાર્ષિક એર ક્વોલિટી રીપોર્ટ અનુસાર વૈશ્વિક સ્તરે ચાર સૌથી વધુ પ્રદૂષિત શહેરોમાંથી ત્રણ ભારત છે અને વિશ્વના ટોચના ૫૦ પ્રદુષિત શહેરોમાં ૨૯ શહેરો ભારતના છે. વિશ્વના ૨૫ સૌથી વધુ પ્રદૂષિત શહેરો ભારત, પાકિસ્તાન અને ચીનમાં આવેલા છે.
રીપોર્ટમાં દિલ્હીને વિશ્વની સૌથી પ્રદૂષિત રાજધાની જાહેર કરવામાં આવી. દિલ્હી ૨૦૨૫ માં વિશ્વનું ચોથું સૌથી વધુ પ્રદૂષિત શહેર રહ્યું, દિલ્હીમાં વાર્ષિક સરેરાશ પાર્ટિક્યુલેટ મેટર (PM2.5)નું સ્તર 99.6Ãg/mÀ રહ્યું હતું, જે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનની મર્યાદા કરતા લગભગ ૨૦ ગણું વધારે છે.
IQAir ના રીપોર્ટ અનુસાર વર્ષ ૨૦૨૫માં ઉત્તર પ્રદેશનું લોની શહેર વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેર રહ્યું. જ્યાં PM2.5નું વાર્ષિક સરેરાશ સ્તર ૧૧૨.૫ગg/mÀ નોંધાયું, ત્યારબાદ ચીનનું હોતાન (109.6Ãg/mÀ) અને મેઘાલયનું બાયર્નહાટ (૧૦૧.૬ag/mÀ)નો ક્રમ આવે છે.
IQAir ના રીપોર્ટ મુજબ, વર્ષ ૨૦૨૫માં સૌથી વધુ પ્રદૂષિત દેશોની યાદીમાં ભારત છઠ્ઠા ક્રમે રહ્યું. ભારતમાં PM2.5નું વર્ષીય સરેરાશ સ્તર ૪૮.૯Ãg/mÀ નોંધાયું. જયારે પાકિસ્તાન વિશ્વમાં સૌથી વધુ પ્રદુષિત હવા ધરાવતો દેશ રહ્યો, પાકિસ્તાનમાં PM2.5નું વર્ષીય સરેરાશ સ્તર ૬૭.૩Ãg/mÀ નોંધાયું, ત્યાર બાદ બાંગ્લાદેશ (૬૬.૧Ãg/mÀ), તાજાિકિસ્તાન (૫૭.૩Ãg/mÀ), ચાડ (૫૩.૬Ãg/mÀ) અને ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો (૫૦.૨Ãg/mÀ) નો ક્રમ આવે છે.
WHO ની ગાઈડલાઈન્સ મુજબ PM2.5નું સુરક્ષિત માત્રા ૫Ãg/mÀ છે, જ્યારે ભારત સરકારે સુરક્ષિત માત્રા ૪૦Ãg/mÀ નક્કી કરી છે. વિશ્લેષકોના જણાવ્યા મુજબ ભારતના ૧૧૫ શહેરો PM2.5નું સ્તર ભારતે નક્કી કરેલી સુરક્ષિત માત્રા કરતા પણ વધુ છે, જેની નકારાત્મક અસર લોકોના સ્વાસ્થ્ય પર પડી રહી છે.
(3:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
