<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th March 2026

૨૦૨૯ પહેલા બદલાશે રાજ્‍યનો રાજકીય નક્‍શો! લોકસભાની સીટોમાં મોટો ફેરફાર

કેન્‍દ્ર સરકારનો ઉદ્દેશ્‍ય આગામી લોકસભા ચૂંટણીમાં મહિલા અનામત લાગૂ કરવાનો છે. આ સિવાય નવું પરિસીમન પણ કરવામાં આવશેઃ ગુજરાતની વર્તમાન ૨૬ લોકસભા સીટો વધીને ૩૯ થશે ગુજરાતમાં વધી શકે છે લોકસભાની કુલ ૧૩ સીટઃ દેશમાં વર્તમાન લોકસભાની સીટની સંખ્‍યામાં થશે વધારો

નવી દિલ્‍હી,તા.૨૫: કેન્‍દ્ર સરકાર આગામી વસ્‍તી ગણતરી અને પરિસીમન પ્રક્રિયાઓથી મહિલા અનામત અધિનિયમ, ૨૦૨૩ને લાગૂ કરવાની તૈયારીમાં છે. આ અધિનિયમ હેઠળ લોકસભા અને રાજ્‍ય વિધાનસભામાં એક તૃતિયાંશ સીટો મહિલાઓ માટે અનામત છે. સરકારે સૂચનકર્યું છે કે લોકસભાની વર્તમાન ૫૪૩ સીટોને વધારી ૮૧૬ કરવામાં આવે, જેમાં મહિલાઓ માટે ૨૭૩ સીટો સામેલ છે. લોકસભાની આ નવી વ્‍યવસ્‍થા ૨૦૨૯ની લોકસભા ચૂંટણીથી લાગૂ થઈ શકે છે.

૨૦૧૧ની વસ્‍તી ગણતરી પ્રમાણે થઈ શકે છે પરિસીમન

ઈન્‍ડિયન એક્‍સપ્રેસના રિપોર્ટ અનુસાર કેટલાક વિપક્ષી દળોની સાથે બેઠકમાં કેન્‍દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અધિનિયમમાં સંશોધન કરી અને દરેક રાજ્‍યોને ફાળવાયેલી સીટોના વર્તમાન ગુણોત્તરને બનાવી રાખતા લોકસભાની કુલ સંખ્‍યાને અલગથી વધારવાનું સૂચન કર્યું. પરંતુ સીટોની મર્યાદા નક્કી કરવા (પરિસીમન) નું કામ ૨૦૧૧ની વસ્‍તી ગણતરીના આધારે થવાની સંભાવના છે.

તો બદલાઈ જશે ગુજરાતનો રાજકીય નક્‍શો

દેશમાં લોકસભાની સીટો વધશે તો તેની અસર ગુજરાતમાં જોવા મળશે. ગુજરાતનો રાજકીય નક્‍શો ૨૦૨૯ પહેલા બદલાઈ જશે. ગુજરાતમાં વર્તમાનમાં ૨૬ લોકસભા સીટ છે, જેમાં વધારો થશે. વર્તમાન રિપોર્ટ અનુસાર ગુજરાતમાં ૩૯ લોકસભા સીટ થઈ શકે છે, એટલે કે ૧૩ સીટનો વધારો થશે. આ સાથે એસસી અને એસટી અનામતની સીટોમાં પણ ફેરફાર થઈ શકે છે.

ગુજરાતમાં વર્તમાન લોકસભા સીટ

ગાંધીનગર, નવસારી, ખેડા, કચ્‍છ, જુનાગઢ, પાટણ, સુરત, અમદાવાદ પヘમિ, સુરેન્‍દ્રનગર, ભાવનગર, વલસાડ, દાહોદ, અમરેલી, રાજકોટ, ભરૂચ, બનાસકાંઠા, બારડોલી, અમદાવાદ પૂર્વ, આણંદ, જામનગર, પોરબંદર, વડોદરા, પંચમહાલ, સાબરકાંઠા, છોટા ઉદેપુર, મહેસાણા   

મહિલાઓ માટે અનામત રહેશે ૧૩ સીટ

કેન્‍દ્ર સરકારનો પ્રયાસ ૨૦૨૯ની લોકસભા ચૂંટણી પહેલા મહિલા અનામત લાગૂ કરવા પર છે. જો ગુજરાતની વર્તમાન ૨૬ લોકસભા સીટો વધીને ૩૯ થશે. તો તેમાંથી ૧/૩ એટલે કે ૧૩ સીટો મહિલાઓ માટે અનામત રાખવામાં આવી શકે છે.

આ સિવાય ગુજરાતમાં કુલ લોકસભાની વર્તમાન ૨૬ બેઠકોમાંથી અનુસૂચિત જાતિ અને અનુસૂજિત જનજાતિ માટે અનામત બેઠકો છે. રાજ્‍યમાં કુલ બે સીટો અનુસૂજિત જાતિ અને ૪ સીટ અનુસૂચિત જનજાતિ માટે અનામત છે. લોકસભાની કુલ બેઠકોની સંખ્‍યામાં વધારો થવાને કારણે આ અનામત બેઠકોમાં પણ ફેરફાર થઈ શકે છે.

આ નિર્ણયની શું થશે અસર?

મહિલા અનામત લાગૂ થયા બાદ દેશની સર્વોચ્‍ચ પંચાયતમાં મહિલા સાંસદોની સંખ્‍યામાં વધારો થશે. દેશની રાજનીતિમાં મહિલાઓને મુખ્‍ય ધારામાં સામેલ થવાની તક વધશે. આ સાથે દરેક રાજકીય પાર્ટીઓની અંદર મહિલા નેતાઓનું પ્રતિનિધિત્‍વ વધશે. આ સિવાય રાજકીય પાર્ટીઓએ પોતાની રણનીતિમાં ફેરફાર કરવો પડશે. નવી સીટો અને અનામત બેઠકો પ્રમાણે રાજકીય પાર્ટીઓએ પોતાની રણનીતિ ઘડવી પડશે.

વર્તમાન સીટોમાં થઈ શકે છે ફેરફાર

૨૦૨૯ની લોકસભા ચૂંટણી પહેલા પરિસીમન થવાને કારણે વર્તમાન લોકસભાની બેઠકોમાં ફેરફાર થઈ શકે છે. જેમાં કેટલીક નવી બેઠકો બનશે કોઈ વર્તમાન બેઠક સમાપ્ત થઈ શકે છે. અમદાવાદ જેવા મહાનગરોમાં નવા પરિસીમનની મોટી અસર જોવા મળી શકે છે.

(3:47 PM IST)