News of Wednesday, 25th March 2026
મિડલ ઈસ્ટના ભીષણ યુદ્ધ મુદ્દે કેન્દ્ર સરકાર દ્વારા નવી દિલ્હીમાં બોલાવવામાં આવેલી સર્વપક્ષીય બેઠક પૂર્ણ : વિદેશ નીતિ મામલે કોંગ્રેસનું અત્યંત આક્રમક વલણ : તૃણમૂલ કોંગ્રેસનો બહિષ્કાર
પશ્ચિમ એશિયાની કટોકટીમાં ભારતના સ્ટેન્ડ અંગે વિપક્ષોના સવાલો, ટીએમસી નેતાઓની ગેરહાજરીથી રાજકીય ગરમાવો, કેન્દ્ર સરકારે તમામ પક્ષોને વર્તમાન સ્થિતિ અને સુરક્ષા અંગે માહિતગાર કર્યા

નવી દિલ્હી: મિડલ ઈસ્ટ (પશ્ચિમ એશિયા) માં ઈરાન અને અમેરિકા-ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધની વૈશ્વિક અસરોને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવી હતી, જે આજે પૂર્ણ થઈ છે. આ બેઠકમાં સરકારની વિદેશ નીતિ અંગે કોંગ્રેસ અત્યંત આક્રમક જોવા મળી હતી. કોંગ્રેસના નેતાઓએ માંગ કરી હતી કે પશ્ચિમ એશિયાની કટોકટીમાં ભારતે પોતાનું વલણ વધુ સ્પષ્ટ કરવું જોઈએ અને શાંતિ સ્થાપવા માટે સક્રિય ભૂમિકા ભજવવી જોઈએ.
બીજી તરફ, મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) એ આ સર્વપક્ષીય બેઠકનો સંપૂર્ણપણે બહિષ્કાર કર્યો હતો, જેના કારણે રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે. કેન્દ્રીય મંત્રીઓએ તમામ પક્ષોના નેતાઓને ખાડી દેશોમાં વસતા ભારતીયોની સુરક્ષા અને અર્થવ્યવસ્થા પર પડનારી સંભવિત અસરો વિશે વિસ્તૃત માહિતી આપી હતી. આ ઉપરાંત ક્રૂડ ઓઇલના ભાવ અને સપ્લાય ચેઇન અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.
વિપક્ષોએ સરકાર પાસે માંગ કરી છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતે તટસ્થતા જાળવીને યુદ્ધવિરામ માટે દબાણ કરવું જોઈએ. બેઠકમાં દેશની સુરક્ષા અને વિદેશી નીતિના લાંબા ગાળાના પરિણામો વિશે પણ ગંભીર મનોમંથન કરવામાં આવ્યું હતું
(7:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
