News of Wednesday, 25th March 2026
ઈરાને અમેરિકાને બતાવ્યું પોતાનું સૌથી રૌદ્ર સ્વરૂપ, ઓપરેશન પ્રોમિસ ઓફ ટ્રુથ-૪ હેઠળ ગલ્ફ દેશોમાં આવેલા અમેરિકાના વિવિધ સૈન્ય મથકો પર કરાયા ભીષણ મિસાઈલ હુમલા
કતાર, યુએઈ, બહેરીન અને કુવૈત સહિતના ખાડી દેશોમાં અમેરિકન બેઝ પર ઈરાન દ્વારા હાજ કાસેમ અને કાદ્ર જેવી ઘાતક બેલાસ્ટિક મિસાઈલોનો વરસાદ, હાઇ એલર્ટ જાહેર

વોશિંગ્ટન/તેહરાન: ઈરાન અને અમેરિકા વચ્ચેનો તણાવ હવે સીધા લશ્કરી સંગ્રામમાં ફેરવાઈ ગયો છે. ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (આઈઆરજીસી) એ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવતા ગલ્ફ (ખાડી) દેશોમાં આવેલા અમેરિકન સૈન્ય મથકો પર વિનાશક મિસાઈલ હુમલાઓ કર્યા છે. સત્તાવાર અહેવાલો અનુસાર, ઈરાને 'ઓપરેશન પ્રોમિસ ઓફ ટ્રુથ-૪' અંતર્ગત કતાર, સંયુક્ત આરબ અમીરાત (યુએઈ), બહેરીન અને કુવૈતમાં આવેલા યુએસ બેઝને નિશાન બનાવ્યા છે.
આ હુમલાઓમાં ઈરાને તેની સૌથી આધુનિક અને ઘાતક ગણાતી 'હાજ કાસેમ', 'કાદ્ર' અને 'ઈમાદ' બેલાસ્ટિક મિસાઈલોનો ઉપયોગ કર્યો છે. મિસાઈલ હુમલા બાદ સમગ્ર ખાડી વિસ્તારમાં એર રેડ સાયરન વાગવા લાગી હતી અને અમેરિકન દળોને હાઇ એલર્ટ પર મૂકી દેવામાં આવ્યા છે.
અમેરિકન ડિફેન્સ સિસ્ટમ દ્વારા કેટલીક મિસાઈલોને હવામાં જ તોડી પાડવામાં આવી હોવાના દાવા થઈ રહ્યા છે, પરંતુ આ હુમલાઓએ સમગ્ર વિશ્વને ગંભીર યુદ્ધની અણી પર લાવી દીધું છે. ઈરાને સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો અમેરિકા કે ઇઝરાયલ વધુ કોઈ કાર્યવાહી કરશે, તો આનાથી પણ વધુ ભયાનક પરિણામો ભોગવવા પડશે
(7:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
