News of Wednesday, 25th March 2026
શુક્રવારે સંસદમાં નાણાકીય ખરડો ૨૦૨૬ પસાર થવાની પૂરી શક્યતા :આ સાથે જ વર્ષ ૨૦૨૬-૨૭ ની બજેટ પ્રક્રિયા સત્તાવાર રીતે સંપન્ન થશે
આ બિલમાં કરવેરાના પ્રસ્તાવો અને અન્ય નાણાકીય જોગવાઈઓનો સમાવેશ

નવી દિલ્હી: સંસદના ચાલુ બજેટ સત્રમાં આગામી શુક્રવાર સુધીમાં નાણાકીય ખરડો ૨૦૨૬ (ફાઇનાન્સ બિલ) પસાર થઈ જવાની પ્રબળ સંભાવના છે. આ ખરડાની મંજૂરી સાથે જ નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ માટેની બજેટ પ્રક્રિયા સત્તાવાર રીતે પૂરી થશે.
લોકસભા અને રાજ્યસભામાં વિવિધ મંત્રાલયોની ગ્રાન્ટ પરની ચર્ચાઓ બાદ હવે અંતિમ તબક્કામાં નાણાકીય ખરડા પર મહોર મારવામાં આવશે. આ બિલમાં કરવેરાના પ્રસ્તાવો અને અન્ય નાણાકીય જોગવાઈઓનો સમાવેશ થાય છે.
શુક્રવારે તેને પસાર કરી દેવાથી સરકારને પહેલી એપ્રિલથી શરૂ થતા નવા નાણાકીય વર્ષ માટે ખર્ચ કરવાની બંધારણીય મંજૂરી મળી જશે. રાષ્ટ્રીય સમાચાર માધ્યમોના અહેવાલો મુજબ, નાણામંત્રી આ અંગે સદનમાં પોતાનો અંતિમ જવાબ રજૂ કરશે અને ત્યારબાદ બહુમતીથી આ મહત્વની પ્રક્રિયા સમયસર પૂર્ણ કરવામાં આવશે.
(8:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
