News of Wednesday, 25th March 2026
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ૩૫,૦૦૦ કરોડની ટ્રેઝરી બિલ હરાજીની તમામ બોલીઓ ફગાવી દીધી
નાણાકીય વર્ષના અંતે બજારમાં તરલતા જાળવી રાખવાનો મહત્વપૂર્ણ પ્રયાસ: આ પગલાથી માર્ચના અંતમાં બેંકો પર કોઈ વધારાનું દબાણ નહીં આવે અને વ્યાજદરમાં સ્થિરતા જળવાઈ રહેશે

મુંબઈ: ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઇ) એ બેન્કિંગ સિસ્ટમમાં યોગ્ય પ્રવાહિતા (લિક્વિડિટી) જાળવી રાખવાના હેતુથી એક મોટો અને વ્યૂહાત્મક નિર્ણય લીધો છે. આરબીઆઇએ તાજેતરમાં યોજાયેલી ૩૫,૦૦૦ કરોડ રૂપિયાની ટ્રેઝરી બિલ (ટી-બિલ) ની હરાજીમાં આવેલી તમામ બોલીઓને (બિડ્સ) નકારી કાઢી છે. છેલ્લા એક વર્ષ કરતાં વધુ સમયગાળામાં રિઝર્વ બેંક દ્વારા લેવામાં આવેલું આ પ્રથમ આવું પગલું છે.
પ્રાપ્ત સત્તાવાર અહેવાલો મુજબ, નાણાકીય વર્ષ પૂર્ણ થવાને આરે છે ત્યારે સરકાર પાસે પૂરતા પ્રમાણમાં રોકડ સિલક ઉપલબ્ધ હોવાથી, બજારમાંથી વધુ નાણાં પાછા ન ખેંચાય તેની ખાસ સાવચેતી રાખવામાં આવી છે. વિવિધ નાણાકીય અખબારો અને ડિજિટલ પ્લેટફોર્મના નિષ્ણાતો માને છે કે આ કદમથી માર્ચના અંતમાં બેંકો પર કોઈ વધારાનું દબાણ નહીં આવે અને વ્યાજદરમાં સ્થિરતા જળવાઈ રહેશે.
(8:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
