News of Wednesday, 25th March 2026
ભારતની ટી-૨૦ ક્રિકેટ લીગનો વૈશ્વિક દિગ્ગજો સાથે સીધો મુકાબલો: આઈપીએલ હવે અમેરિકાની એનએફએલ, એનબીએ અને બ્રિટનની ઈપીએલ જેવી વિશ્વકક્ષાની સ્પોર્ટ્સ લીગની હરોળમાં મજબૂતાઈથી ઉભી છે: કદ, આવક અને લોકપ્રિયતાના મામલે ભારતીય લીગ વિદેશી સ્પોર્ટ્સ ક્લબને બરાબરીની જોરદાર ટક્કર આપી રહી છે
મુંબઈ: ભારતની ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) હવે ભૌગોલિક સીમાઓ ઓળંગીને વૈશ્વિક સ્તરે અમેરિકા અને યુરોપની સૌથી લોકપ્રિય સ્પોર્ટ્સ લીગને સીધી ટક્કર આપી રહી છે.

આંતરરાષ્ટ્રીય આર્થિક મેગેઝિનોના અહેવાલોમાં આઈપીએલની સરખામણી અમેરિકાની નેશનલ ફૂટબોલ લીગ (એનએફએલ), નેશનલ બાસ્કેટબોલ એસોસિએશન (એનબીએ) અને બ્રિટનની ઇંગ્લિશ પ્રીમિયર લીગ (ઈપીએલ) સાથે કરવામાં આવી રહી છે. ભલે આઈપીએલ વર્ષમાં માત્ર બે કે અઢી મહિના જ રમાતી હોય, પરંતુ મેચ દીઠ આવક અને મીડિયા રાઇટ્સના મૂલ્યની દ્રષ્ટિએ તે વિશ્વની ટોચની લીગની હરોળમાં સ્થાન પામી ચૂકી છે.
ઉપલબ્ધ ડેટા મુજબ, એનએફએલ કે ઈપીએલની ટીમો દાયકાઓ જૂની હોવા છતાં, આઈપીએલ ટીમોએ માત્ર દોઢ દાયકાના ટૂંકા ગાળામાં જ અબજો ડોલરનું મૂલ્ય હાંસલ કરી લીધું છે. આ જંગી આર્થિક કદ અને બેશુમાર લોકપ્રિયતા દર્શાવે છે કે ભારત હવે વૈશ્વિક રમતગમત અર્થતંત્રમાં એક પાવરહાઉસ તરીકે ઉભરી ચૂક્યું છે.*
(10:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
