News of Thursday, 26th March 2026
દુનિયાના સૌથી પોપ્યુલર નેતા બન્યા મોદી
અમેરિકાની કંપનીએ કરેલા સર્વેમાં મોદીને મળ્યું ૬૮ ટકા અપ્રૂવલ રેટિંગ, ડોનલ્ડ ટ્રમ્પ ૩૯ ટકા રેટિંગ સાથે ઘણા પાછળ રહી ગયા

ન્યુયોર્ક,તા.૨૬: અમેરિકાની ડેટા ઍનેલિસિસ કંપની મોર્નિગ કન્સલ્ટે કરેલા વૈશ્વિક સર્વે અનુસાર વડા પ્રધાન મોદી ફરી એક વાર દુનિયાના સૌથી લોકપ્રિય લોકતાંત્રિક નેતા બન્યા છે. તેઓ ૬૮ ટકાના જબરદસ્ત અપ્રૂવલ રેટિગ સાથે પહેલા સ્થાને આવ્યા છે, જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પ માત્ર ૩૯ ટકા વોટ સાથે ઘણા પાછળ છે. ગ્લોબલ લીડર અપ્રૂવલ રેટિગ ટ્રેકરનો આ ડેટા નરેન્દ્ર મોદીની ઘર-ઘરમાં લોકપ્રિયતા અને વધતું જતું આંતરરાષ્ટ્રીય સન્માન દર્શાવે છે. આ ડેટાના આધારે નરેન્દ્ર મોદી દુનિયાના અન્ય પ્રમુખ અર્થવ્યવસ્થાઓના તેમના સમકક્ષોથી ઘણા આગળ છે. આ સર્વેમાં સ્વિટ્ઝરલેન્ડના રાષ્ટ્રપતિ ગાય પાર્મેલિન અને સાઉથ કોરિયાના રાષ્ટ્રપતિ લી જે-મ્યુંગ બન્ને ૬૨ ટકા અપ્રૂવલ રેટિગ સાથે બીજા સ્થાને છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પના અપ્રૂવલ રેટિગમાં છેલ્લા લગભગ ૭ મહિનાથી સતત ઘટાડો થતો આવ્યો છે અને હાલમાં એ ૩૯ ટકા જ રહ્યું છે
(10:02 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
