News of Thursday, 26th March 2026
વિશ્વની સૌથી વિશાળ ૧૦૮ ફૂટની નીલકંઠ વર્ણી દિવ્ય પ્રતિમાનું વિધિવત લોકાર્પણ
એક પગ પર અડગ રહેલી વિશ્વની સૌથી વિશાળ નીલકંઠ વર્ણી પ્રતિમા અક્ષરધામમાં પ્રતિષ્ઠિત

નવી દિલ્હી તા.૨૬: દિલ્હીમાં સ્વામિનારાયણ અક્ષરધામ મંદિર ભારતની સાંસ્કૃતિક અને રાષ્ટ્રીય ધરોહર તરીકે વિશ્વભરમાં વિખ્યાત છે. આ પવિત્રધામ એક ઐતિહાસિક ક્ષણનો સાક્ષી બનવા જઈ રહ્યું છે. વિશ્વવિખ્યાત BAPS સંસ્થાના આધ્યાત્મિક વડા, વિશ્વવંદનીય બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજના પવિત્ર કરકમળોથી તપોમૂર્તિ નીલકંઠ વર્ણી (ભગવાન સ્વામિનારાયણ)ની ૧૦૮ફૂટ ઊંચી ભવ્ય પ્રતિમાની વિધિવત પ્રાણ પ્રતિષ્ઠા યોજાઇ રહી છે.
પંચધાતુમાંથી નિર્મિત આ અદ્વિતીય નીલકંઠ પ્રતિમા વિશ્વની સૌથી વિશાળ પ્રતિમા છે, જે ભગવાનના અતિદુર્લભ તપસ્યા જીવનને પ્રતિબિબિત કરતી ‘એક પગ પર અડગ' અવસ્થામાં સ્થિતછે. આ દિવ્ય પ્રસંગને ભવ્યતા અને આધ્યાત્મિક ઊર્જાથી ઓત પ્રોત બનાવવા માટે તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે.
બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ ૧૯ માર્ચે દિલ્લી પધાર્યા હતા. તેમના પાવન આગમન નિમિત્તે ૨૧ માર્ચે એક વિશિષ્ટ સ્વાગત સભાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ૨૨માર્ચે, રવિવારની પવિત્ર સવારમાં પંચકુલા અને કુરુક્ષેત્ર ખાતે નવીન નિર્મિત ગ્ખ્ભ્લ્ સ્વામિનારાયણ મંદિરોમાં મૂર્તિ પ્રતિષ્ઠા કાર્યક્રમો યોજાયા હતા. આ સાથે સ્વામીશ્રીના પવિત્ર સાનિધ્યમાં સંતો અને હરિભક્તોએ ફૂલોની હોળીના અનન્ય અનેઆનંદમય ઉત્સવનો દિવ્ય લાભ લીધો હતો. ૨૩ માર્ચે આવનારા સપ્ટેમ્બર માસમાં પેરિસ ખાતે પ્રતિષ્ઠિત થનારી મૂર્તિઓનું વિધિવત પૂજન કરવામાં આવ્યું હતું.
ભગવાન સ્વામિનારાયણે માત્ર ૧૧ વર્ષની અલ્પ વયે ગૃહત્યાગ કરીને લોક કલ્યાણના મહાન સંકલ્પ સાથે સમગ્ર ભારત ભરમાં ૭ વર્ષ સુધી વિરાટ પદયાત્રા કરી હતી. ૧૨,૦૦૦ કિલોમીટરથી વધુ લાંબી આ અતિ કઠિન અને આધ્યાત્મિક યાત્રા દરમિયાન તેમણે ઉત્તર ભારતમાં હિમાલય,બદરીનાથ-કેદારનાથ, કૈલાશ-માનસરોવર, નેપાળમાં મુક્તિનાથ, પૂર્વમાં કામાખ્યા દેવી મંદિર અને ઓડિશાના પુરી સ્થિત જગન્નાથધામ, દક્ષિણમાં રામેશ્વરમ, નાસિક અને પંઢરપુર તેમજ પヘમિમાં દ્વારકા સહિત અનેક પવિત્ર તીર્થોને પોતાના પાવન ચરણોથી પવિત્ર બનાવ્યા હતા.
આ દિવ્ય અને અદ્વિતીય તપસ્યામય યાત્રા દરમિયાન તેમણે ‘નીલકંઠવર્ણી' નામ ધારણ કર્યું હતું, જે આજે પણ તેમના વૈરાગ્ય, ત્યાગ અને લોકકલ્યાણના અખંડ સંદેશનું પ્રતીક બની રહ્યું છે.
એક પગ પર અડગ સ્થિતિમાં વિરાટ રૂપે ઉભેલી આ પ્રતિમા વિશ્વભરમાં સંભવિત રીતે સર્વ વિશાળ (૧૦૮ફૂટ) પ્રતિમા છે. તેને ૮ ફૂટ ઊંચા પૃષ્ઠતળ પર સ્થાપિત કરવામાં આવી છે.
આ પ્રતિમાનું નિર્માણ આશરે એક વર્ષના અવિરત પ્રયત્નોથી પૂર્ણ થયું છે. પંચધાતુમાંથી બનેલી આકૃતિમાં મુખ્યત્વે કાંસ્યધાતુનો વિશેષ ઉપયોગ કરવામાં આવ્યો છે, જે તેને લ્લઢતા અને દીર્ઘાયુષ્ય પ્રદાન કરે છે.
આ અદ્વિતીય શિલ્પકૃતિના નિર્માણમાં અક્ષરધામના શિલ્પીસંતો, આશરે પચાસ જેટલા કુશળ કારગરો તેમજ અનેક નિષ્ઠાવાન સ્વયંસેવકોનો અવિસ્મરણીય પુરુષાર્થ સંકળાયેલો છે.
પુલહાશ્રમ (મુક્તિનાથ) ખાતે ભગવાન સ્વામિનારાયણે નીલકંઠવર્ણી સ્વરૂપે ચાર મહિના સુધી એક પગ પર અડગ રહી જે કઠોર તપસ્યા સાધી હતી, તેની જ જીવંત અને મૂર્ત અભિવ્યક્તિ આ પ્રતિમા દ્વારા રજૂ કરવામાં આવીછે.
આ પ્રતિમાના નિર્માણ પાછળનો મુખ્ય હેતુ સમાજના પ્રત્યેક વર્ગમાં તપ, ત્યાગ, મૈત્રી, કરુણા, સુહૃદભાવ, માનવસેવા, ભક્તિ અને ઉપાસના જેવા વૈશ્વિક અને શાશ્વત મૂલ્યોનો વ્યાપક પ્રસાર કરવાનો છે.
આ પાવન મહોત્સવનો શુભ પ્રારંભ ૨૫ માર્ચની પ્રભાતે ‘શ્રી નીલકંઠવર્ણી વિશ્વ શાંતિ મહાયજ્ઞ' સાથે ભવ્ય રીતે થયો હતો. દિલ્લી અક્ષરધામના વિશાળ અને પવિત્ર પ્રાંગણમાં ષોડશોપચાર પૂજનવિધિ દ્વારા આ વૈદિક અનુષ્ઠાન શ્રદ્ધાભાવે સંપન્ન કરવામાં આવ્યું હતું.તે બાદ મંદિર પરિસરમાં નીલકંઠવર્ણી મહારાજની ભવ્ય અને દિવ્ય શોભાયાત્રા યોજાઈ, જેમાં પુરી અને કર્ણાટકના હરિભક્તોએ વિશેષ ઉત્સાહ સાથે ભાગ લીધો હતો.
આ ઐતિહાસિક અવસરે વિશ્વના વિવિધ દેશો યુકે, ફ્રાન્સ, આફ્રિકા, અમેરિકા અને ઓસ્ટ્રેલિયા ખંડથી સંસ્થાના ૩૦૦થી વધુ સંતો પધાર્યા હતા. ઉપરાંત લંડન, ન્યૂયોર્ક, દુબઈ, સિડની, કેપટાઉન અને હોંગકોંગ જેવા શહેરોમાંથી હજારો હરિભક્તોએ ઉપસ્થિત રહી આ મહોત્સવને વૈશ્વિક ભવ્યતા પ્રદાન કરી હતી.
આ પાવન પ્રસંગેબ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજે અક્ષરધામ પરિસરમાંથી સમગ્ર વિશ્વમાં એકતા સ્થાપિત થાય અને યુદ્ધોનો અંત આવે તેવી હાર્દિક પ્રાર્થના વ્યક્ત કરી હતી. તેમણે સર્વમાં સુહૃદ ભાવ અને મૈત્રી પૂર્ણ સંબંધો વિકસે તેવી ભાવનાથી પ્રેરિત સંદેશ આપ્યો તથા આકાશમાં શ્વેત કબૂતરોને ઉડાવી વિશ્વશાંતિનો સંદેશ પ્રસરાવ્યો.
આજે પવિત્ર દિવસે પ્રાતઃ ૬ વાગ્યાથી મુખ્ય પ્રતિષ્ઠા વિધિનો પ્રારંભ , ત્યારબાદ આ દિવ્ય પ્રતિમાનું વિધિવત લોકાર્પણ કરવામાં આવશે, જે એક ઐતિહાસિક અને સ્મરણીય ક્ષણ બની રહેશે
(10:10 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
