પશ્ચિમ એશિયામાંથી ૪.૨૬ લાખ લોકો ભારત ફર્યા
૨,૧૪૯ ફલાઈટથી ભારતીયો પરત આવ્યા, ઈરાનમાંથી ૧,૦૪૩ લોકોને બહાર કઢાયા

નવી દિલ્હી તા.૨૬: પヘમિ એશિયાના દેશોમાં આવેલા સંકટ વચ્ચે હેમખેમ સ્વદેશ પરત લાવવા સરકાર પ્રયાસ કરી રહી છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા મુજબ, ૨૮ ફેબ્રુઆરીએ યુદ્ધ શરૂ થયું ત્યારથી અત્યાર સુધી ૪.૨૬ લાખ લોકોને ભારત લવાયા છે. ઈરાનમાંથી કુલ ૧૦૪૩ ભારતીયોને સરહદ પાર કરાવવામાં સરકાર મદદરૂપ બની છે. ફલાઈટની અવર-જવરની સ્થિતિમાં સતત સુધારો થઈ રહ્યો છે. જેના કારણે ૨૮ ફેબ્રુઆરી બાદથી ૨૧૪૯ ફલાઈટ મારફતે ભારતીયોને પરત લાવી શકાયા છે. વિદેશ મંત્રાલયના અધિક સચિવ અસીમ આર મહાજને જણાવ્યુ હતું કે, ખાડી દેશો તથા પヘમિ એશિયા વિસ્તારમાં પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવશે. સરકારની સૌથી મોટી પ્રાથમિકતા આ વિસ્તારમાં ભારતીયોની સલામતી છે.
મંત્રાલયે ભારતીય નાગરિકો અને તેમના પરિવારજનો માટે ૨૪ કલાક કાર્યરત કંટ્રોલરૂમ શરુ કરેલો છે. ઈરાનમાંથી ભારતીયોને બહાર કાઢવા માટે આર્મેનિયા અને અઝરબૈઝાનની સરહદનો ઉપયોગ કરાય છે. ઈરાનમાંથી ૭૧૭ વિદ્યાર્થીઓ તથા ૩૨૬ અન્ય નાગરિકોને દૂતાવાસની સહાય સાથે સરહદ પાર કરાવી દેવાઈ છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
