News of Thursday, 26th March 2026
મુંબઇ-દહીંસરમાં નાથળીયા ઉનેવાળ સમાજની વાડીનો જીર્ણોધ્ધાર : ૧ મે ના લોકાર્પણ સમારોહ

રાજકોટ તા. ૨૬ : સૌરાષ્ટ્ર ગુજરાતમાં વસતા નાથળીયા ઉનેવાળ સમાજના જ્ઞાતિજનોના હીતાર્થે મુંબઇના દહીંસર ખાતે બનેલ વાડીના લોકાર્પણની તૈયારી માટે એક બેઠક જ્ઞાતિ આગેવાન શ્રી નાથાલાલભાઇ રાજગોરની અધ્યક્ષતામાં દહીંસર ખાતે મળી હતી.
જેમાં વાડી પ્રોજેકટના સંયોજક શ્રી કરૂણાશંકર ઓઝાએ આ તકે પૂ. ભાઇશ્રી રામેશભાઇ ઓઝાના પરિવાર દ્વારા જાહેર થયેલ રૂ.૧,૫૧,૦૦,૦૦૦ (એક કરોડ એકવન લાખ) રૂપિયાનું અનુદાન મળેલ હોવાની જાહેરાત કરતા સૌએ તાળીઓના ગડગડાટ સાથે વધાવી લીધેલ. સમાજ ભવન વાડીના રીનોવેશન અને ભવિષ્યના આયોજન ઉપર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. પૂ. ભાઇશ્રીના સાનિધ્યમાં ગુજરાત રાજયના સ્થાપના દિવસ તા.૧-૫-૨૦૨૬ના શુક્રવારે આ ભવનનું લોકાર્પણ કરવા નકકી કરાયુ હતુ.
પૂ.ભાઇશ્રીના માર્ગદર્શન હેઠળ નાથાભાઇ રાજગોર, કરૂણાશંકર ઓઝા અને સમસ્ત જ્ઞાતિ આગેવાનો, યુવાનો આ લોકાર્પણ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા હોવાનું રાજકોટ જ્ઞાતિ ટ્રસ્ટના રજત જયંતી મહોત્સવના મુખ્ય દાતા મહેશકુમાર હરજીવનભાઇ દવેની યાદીમાં જણાવાયુ છે.
(2:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
