News of Thursday, 26th March 2026
કેનેડાની સંસદમાં પસાર થયેલા નવા કાયદા હેઠળ હવે તમામ ધાર્મિક સ્થળોની બહાર લોકોને ડરાવવા, ધમકાવવા કે અવરોધ ઊભો કરવા પર સંપૂર્ણપણે કાનૂની રોક લગાવાઈ
નવો કાયદો ધાર્મિક સ્થળોની આસપાસ 'પબ્લિક ઓર્ડર સેફગાર્ડ્સ' એટલે કે જાહેર વ્યવસ્થાની સુરક્ષા કવચને વધુ કડક અને મજબૂત બનાવે છે.

કેનેડાના હાઉસ ઓફ કોમન્સમાં પસાર કરાયેલા નવા અને વ્યાપક સુરક્ષા બિલમાં ધાર્મિક સ્થળોની પવિત્રતા અને નાગરિકોની સુરક્ષાને લઈને વધુ એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ડિજિટલ મીડિયા અહેવાલો મુજબ, આ કાયદા દ્વારા હવે કોઈપણ ધાર્મિક સ્થળ, જેમ કે મંદિરો, ગુરુદ્વારાઓ કે ચર્ચની બહાર એકઠા થઈને લોકોને ડરાવવા, તેમને ધમકાવવા અથવા તેમના માર્ગમાં અવરોધ ઊભો કરવો તે સંપૂર્ણ રીતે ગેરકાયદેસર અને શિક્ષાપાત્ર ગુનો બની ગયો છે.
અગાઉ અનેક વાર એવા કિસ્સાઓ સામે આવ્યા હતા કે જ્યાં કેટલાક ઉગ્રવાદી જૂથો દ્વારા પૂજા સ્થળોની બહાર નિર્દોષ શ્રદ્ધાળુઓને પરેશાન કરવામાં આવતા હતા. આ નવો કાયદો ધાર્મિક સ્થળોની આસપાસ 'પબ્લિક ઓર્ડર સેફગાર્ડ્સ' એટલે કે જાહેર વ્યવસ્થાની સુરક્ષા કવચને વધુ કડક અને મજબૂત બનાવે છે. કેનેડિયન સત્તાવાળાઓનો મુખ્ય ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે તમામ સમુદાયના લોકો કોઈપણ પ્રકારના ભય, પજવણી કે હિંસાના ડર વિના શાંતિપૂર્વક તેમના ધાર્મિક અધિકારો અને આસ્થાનું પાલન મુક્ત મને કરી શકે.
(10:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
