News of Thursday, 26th March 2026
ઇઝરાયલના હવાઈ હુમલામાં ઈરાનની 'ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ-નેવી' (આઈઆરજીસી-એન)ના ટોચના કમાન્ડર એડમિરલ અલીરેઝા તાંગસીરી માર્યા ગયા: યુએસ સેન્ટકોમ દ્વારા સત્તાવાર પુષ્ટિ: ઈરાની નૌકાદળને ભારે મોટો ફટકો*

ન્યૂયોર્ક: યુનાઇટેડ સ્ટેટ્સ સેન્ટ્રલ કમાન્ડ (યુએસ સેન્ટકોમ) ના કમાન્ડિંગ ઓફિસર એડમિરલ બ્રાડ કૂપર દ્વારા એક સત્તાવાર નિવેદનમાં પુષ્ટિ કરવામાં આવી છે કે ઇઝરાયલના હવાઈ હુમલામાં ઈરાનની 'ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ-નેવી' (આઈઆરજીસી-એન) ના કમાન્ડર એડમિરલ અલીરેઝા તાંગસીરી માર્યા ગયા છે. આ ઘટના બાદ મધ્ય પૂર્વમાં તણાવ વધુ ઉગ્ર બન્યો છે.
અહેવાલો અનુસાર, તાંગસીરી છેલ્લા આઠ વર્ષથી આઈઆરજીસી-એન નું નેતૃત્વ કરી રહ્યા હતા અને અમેરિકાએ તેમને ૨૦૧૯ માં 'ગ્લોબલ ટેરરિસ્ટ' જાહેર કર્યા હતા. સેન્ટકોમના જણાવ્યા અનુસાર, 'ઓપરેશન એપિક ફ્યુરી' ની શરૂઆતથી ઈરાની નૌકાદળના ૯૨ ટકા મોટા જહાજોનો નાશ કરવામાં આવ્યો છે, જેનાથી ઈરાનની દરિયાઈ તાકાત લગભગ ખતમ થઈ ગઈ છે. અમેરિકી સૈન્યએ આઈઆરજીસી-એન માં ફરજ બજાવતા તમામ ઈરાનીઓને બિનજરૂરી ઈજા કે મૃત્યુથી બચવા માટે તાત્કાલિક પોતાની પોસ્ટ છોડીને ઘરે પરત ફરવાની ચેતવણી પણ આપી છે.
(10:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
