<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th March 2026

અમેરિકાએ ઈરાનની સૈન્ય તાકાતનો સંપૂર્ણ ખાત્મો બોલાવ્યો છે: ૯૯ ટકા વિનાશ કર્યો છે, પણ તે પૂરતો નથી: હોર્મુઝ સ્ટ્રેટ મુદ્દે ડોનાલ્ડ ટ્રમ્પનું મોટું નિવેદન

અમેરિકાએ ઈરાનને સૈન્ય રૂપે સંપૂર્ણપણે બરબાદ કરી દીધું છે, અને હવે તેમની પાસે કોઈ વાયુસેના કે નૌકાદળ બચ્યું નથી, માત્ર ગણ્યાગાંઠ્યા રોકેટ અને ડ્રોન જ બચ્યા છે

અમેરિકાના  પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથેની વાટાઘાટો અને હોર્મુઝ સ્ટ્રેટ (હોર્મુઝની સામુદ્રધુની) ની વર્તમાન સ્થિતિ અંગે એક અત્યંત આક્રમક નિવેદન આપ્યું છે. ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે અમેરિકાએ ઈરાનને સૈન્ય રૂપે સંપૂર્ણપણે બરબાદ કરી દીધું છે, અને હવે તેમની પાસે કોઈ વાયુસેના કે નૌકાદળ બચ્યું નથી, માત્ર ગણ્યાગાંઠ્યા રોકેટ અને ડ્રોન જ બાકી છે. 

 

હોર્મુઝ સ્ટ્રેટની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરતા તેમણે કહ્યું કે દુશ્મનનો ૯૯ ટકા ખાત્મો કરવો પણ પૂરતો નથી, કારણ કે જો ૧ ટકા પણ તાકાત બચે તો તે અબજો ડોલરના જહાજને મિસાઈલ વડે નિશાન બનાવી શકે છે. ટ્રમ્પે દાવો કર્યો છે કે ઈરાનનું ટોચનું નેતૃત્વ ખતમ થઈ ચૂક્યું છે અને તેમની ભારે ખુવારી થઈ હોવાથી હવે તેઓ અમેરિકા સાથે કોઈપણ ભોગે સમજૂતી કરવા માટે મજબૂર બન્યા છે.

*

(10:59 PM IST)