<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th March 2026

જાપાનનો હોન્શુન ટાપુની ધરતી ધ્રુજી: 6.2 ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ :સુનામીનો ખતરો

ભૂકંપ લગભગ 10 કિલોમીટર ભૂગર્ભમાં આવ્યો : લોકો તેમના ઘરો અને ઓફિસોમાંથી બહાર દોડી આવ્યા

જાપાનના સૌથી મોટા અને સૌથી વધુ વસ્તી ધરાવતા ટાપુ હોન્શુના પૂર્વ કિનારે 6.2 ની તીવ્રતાનો ભૂકંપ નોંધવામાં આવ્યો છે, ભૂકંપથી વિસ્તારના રહેવાસીઓમાં ભારે ડરનો માહોલ જોવા મળી રહ્યો છે, આ સાથે રાહતની વાત એ હતી કે, સુનામીની કોઈ ચેતવણી જારી કરવામાં આવી નથી, ઘટના સામે આવ્યા બાદ અધિકારીઓએ તાત્કાલિક પરિસ્થિતિનું નિરીક્ષણ કરવાનું શરૂ કર્યું છે, અને સ્થાનિક રહેવાસીઓને સતર્ક રહેવા વિનંતી કરી છે.

 

જાપાનના સૌથી મોટા અને સૌથી વધુ વસ્તી ધરાવતા ટાપુ હોન્શુના પૂર્વ કિનારે ગુરુવારે 6.2 ની તીવ્રતાનો ભૂકંપ લગભગ 10 કિલોમીટર ભૂગર્ભમાં આવ્યો હોવાનું નોંધાયું હતું, જેના કારણે ઘણા વિસ્તારોમાં જોરદાર આંચકા અનુભવવામાં આવ્યા હતા. ઘટનાને પગલે લોકો તેમના ઘરો અને ઓફિસોમાંથી બહાર દોડી આવ્યા હતા. જો કે, અત્યાર સુધી કોઈ મોટું નુકસાન કે જાનહાનિના અહેવાલ નથી.

 

ભૂકંપ પછીનો સૌથી મોટો પ્રશ્ન સુનામી વિશે હતો, પરંતુ અધિકારીઓએ સ્પષ્ટતા કરી હતી કે, સુનામીની હજી સુધીમાં કોઈ ચેતવણી જારી કરવામાં આવી નથી. આનાથી સ્થાનિકોને ચોક્કસપણે થોડી રાહત મળી છે, બીજી બાજુ અધિકારીઓએ દરિયાકાંઠાની દેખરેખ વધારી છે. જો કે, ભૂકંપ બાદ સુનામીના ખતરામાં વધારો થતો હોય છે, જેથી સ્થાનિકો પણ સતર્કતા દાખવી રહ્યા છે.

 

બુધવારે રાત્રે, હ્યોગો પ્રીફેક્ચરના દક્ષિણપૂર્વમાં 20 કિલોમીટર ઊંડાઈએ 4.2 ની તીવ્રતાનો બીજો ભૂકંપ નોંધાયો હતો. આ સ્પષ્ટપણે સૂચવે છે કે, વિસ્તારમાં ભૂકંપની ગતિવિધિમાં વધારો થયો છે. અધિકારીઓ હાલમાં પરિસ્થિતિનું નિરીક્ષણ કરી રહ્યા છે, અને જ્યાં જરૂરી હોય ત્યાં સલામતીના પગલાં લેવા માટે તૈયારીઓ કરવામાં આવી રહી છે.

(11:07 PM IST)