News of Friday, 27th March 2026
હવે અમેરિકા મધ્ય પૂર્વમાં તેની સૌથી ખતરનાક કમાન્ડો ટુકડી '82મી એરબોર્ન' ઉતારશે : ઈરાને કહ્યું - જીવતા પાછા નહીં ફરે
ઈરાની મીડિયા પર ફરતી થઈ જેમાં બેલિસ્ટિક મિસાઈલો પર પોસ્ટરો ચોંટાડાયા જેમાં કડક સંદેશ લખેલો છે જો અમેરિકન સૈનિકો ઈરાની ધરતી પર પગ મૂકશે તો તેઓ શબપેટીઓમાં પાછા ફરશે.

અમેરિકાએ મધ્ય પૂર્વમાં તેની સૌથી ઘાતક કમાન્ડો ટુકડી '82મી એરબોર્ન' ઉતારવાની તૈયારી કરી છે અને માહિતી પ્રમાણે ઈરાને અમેરિકાના આ ખતરનાક સૈનિકો માટે સમાન સંખ્યા (82)સાથે આકરા પ્રહારો કર્યા છે. ઈરાને તેની મિસાઈલો પર સંદેશ લખ્યો છે કે જો કોઈ ઈરાનમાં પ્રવેશ કરશે તો તે જીવતો પાછો નહીં ફરે.
ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ્સ કોર્પ્સ (IRGC)એ ઓપરેશન ટ્રુ પ્રોમિસ 4 ના 82મા તબક્કાના બીજા ભાગનો વિડીયો જાહેર કર્યો, જેમાં કહેવામાં આવ્યું કે તે ટૂંક સમયમાં સફળતાપૂર્વક હાથ ધરવામાં આવશે. ઈરાને મનોવૈજ્ઞાનિક યુદ્ધનો પણ આશરો લીધો છે, જેની તસવીરો સોશિયલ મીડિયા અને ઈરાની મીડિયા પર ફરતી થઈ રહી છે જેમાં બેલિસ્ટિક મિસાઈલો પર પોસ્ટરો ચોંટાડવામાં આવ્યા છે જેમાં કડક સંદેશ લખેલો છે જો અમેરિકન સૈનિકો ઈરાની ધરતી પર પગ મૂકશે તો તેઓ શબપેટીઓમાં પાછા ફરશે.
આ યોજનાથી પરિચિત ત્રણ સૂત્રોના જણાવ્યા પ્રમાણે અમેરિકા આર્મી આગામી દિવસોમાં 82મા એરબોર્ન ડિવિઝનમાંથી ઓછામાં ઓછા 1,000 સૈનિકોને મધ્ય પૂર્વમાં તૈનાત કરવાની તૈયારી કરી રહી છે. આ યુનિટને આર્મીનું ઇમરજન્સી રિસ્પોન્સ ફોર્સ માનવામાં આવે છે અને સામાન્ય રીતે ટૂંકા ગાળાની સૂચના પર તેને તૈનાત કરી શકાય છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ ફોર્સમાં 1લી બ્રિગેડ કોમ્બેટ ટીમની એક બટાલિયન, તેમજ ડિવિઝનના કમાન્ડર, મેજર જનરલ બ્રાન્ડન ટેગ્ટમેયર અને ડિવિઝનલ સ્ટાફનો સમાવેશ થશે.
(12:16 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
