News of Friday, 27th March 2026
નરેન્દ્રભાઈ જૂન માસમાં ફ્રાંસના એવિયાં શહેરમાં આયોજિત જી-સેવન શિખર સંમેલનમાં વિશેષ આમંત્રિત તરીકે ઐતિહાસિક હાજરી આપશે: ફ્રાંસની સત્તાવાર પુષ્ટિ
જી-સેવન સંગઠનમાં સભ્ય ન હોવા છતાં ભારતનો વૈશ્વિક દબદબો વધ્યો: આર્થિક અસંતુલન અને આંતરરાષ્ટ્રીય ભૂરાજકીય ચર્ચાઓમાં ભારતની ભાગીદારીને ફ્રેન્ચ સરકારનું સમર્થન

વૈશ્વિક મંચ પર ભારતની વધતી તાકાત અને કૂટનીતિક પ્રભાવનો વધુ એક પુરાવો સામે આવ્યો છે. ફ્રાંસના વિદેશ મંત્રાલયે સત્તાવાર નિવેદન જાહેર કરીને પુષ્ટિ કરી છે કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી પંદરથી સત્તર જૂન દરમિયાન ફ્રાંસના એવિયાં શહેરમાં યોજાનારી 'જી-સેવન' (જી-૭) શિખર બેઠકમાં ભાગ લેવા જઈ રહ્યા છે. ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર અને ફ્રાંસના યુરોપ અને વિદેશ બાબતોના મંત્રી ઝાં-નોયેલ બારોત વચ્ચે તાજેતરમાં યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠક બાદ આ મહત્ત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી હતી.
ગયા ફેબ્રુઆરી મહિનામાં જ ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમાન્યુઅલ મેક્રોએ વડાપ્રધાન મોદીને આ સમિટમાં જોડાવા માટે વિશેષ આમંત્રણ પાઠવ્યું હતું, જેને ભારતે સ્વીકારી લીધું છે. બંને દેશોના મંત્રીઓએ વિશ્વના વર્તમાન આર્થિક અસંતુલન અને આંતરરાષ્ટ્રીય ભાગીદારીમાં ભારતના અમૂલ્ય યોગદાનને બિરદાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, ભારત સત્તાવાર રીતે જી-સેવન દેશોના સમૂહનું સભ્ય નથી, તેમ છતાં છેલ્લા કેટલાક વર્ષોથી ભારતને સતત આમંત્રિત કરવામાં આવે છે. એવિયાં સમિટમાં ભારતની આ સક્રિય ભાગીદારી દર્શાવે છે કે દુનિયાના અર્થતંત્ર અને જટિલ ભૂરાજકીય પ્રશ્નોના ઉકેલ માટે હવે ભારતનું નેતૃત્વ અનિવાર્ય બની ગયું છે.
(9:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
