<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th March 2026

દોઢ ફુટની મિની ગાયઃ ૨૫ કિલો વજનઃ રોજ આપે છે ૧ લીટર દૂધ

જમશેદપુરમાં હાલમાં એક ખાસ અને દુર્લભ ગાય લોકોની વચ્‍ચે ચર્ચાનો વિષય બની

જમશેદપુર,તા.૨૭: જમશેદપુરમાં હાલમાં એક ખાસ અને દુર્લભ ગાય લોકોની વચ્‍ચે ચર્ચાનો વિષય બની છે. આ ગાય સામાન્‍ય ગાયથી બિલકુલ અલગ છે, કેમ કે તેની ઊંચાઈ લગભગ દોઢ ફૂટ અને વજન લગભગ ૨૦ થી ૨૫ કિલો છે. પુંગનૂર નસલની આ મિની મિનિએચર ગાયને દુનિયાની સૌથી નાની ગાયમાં ગણતરી થાય છે.

 આ અનોખી ગાયને શહેરમાં રહેતા મોહિત ગુપ્તા અને તેમના ભાઈ રોહિત ગુપ્તા લઈને આવ્‍યા છે. કહેવાય છે કે તેઓ તેને દક્ષિણ ભારતમાંથી લઈને આવ્‍યા છે. જ્‍યાં આ નસલનો ઉછેર પરંપરાગત રીતે થાય છે. જમશેદપુરમાં આ પ્રકારની ગાય પહેલી વાર આવી છે, જેને જોવા માટે લોકો ખૂબ જ ઉત્‍સાહિત છે.

આ ગાયનું નામ ગૌરી રાખવામાં આવ્‍યું છે, જ્‍યારે તેની સાથે આવેલા વાછરડાનું નામ ગોપાલ છે. હાલમાં આ ગાય લગભગ ૧૨ મહિનાની છે અને આવનારા સમયમાં તે દૂધ આપવા લાયક થઈ જશે. નાના આકાર અને શાંત સ્‍વભાવના કારણે આ ગાય સૌ કોઈનું ધ્‍યાન ખેંચે છે.

પુંગનૂર નસલ મૂળ દક્ષિણ ભારતની દેશી નસલ છે. ખાસ વાત એ છે કે આટલી નાની હોવા છતાં આ ગાય દરરોજ લગભગ ૧ લીટર દૂધ આપી શકે છે. તેના દૂધમાં વસાની માત્રા વધારે હોય છે, જેને સ્‍વાસ્‍થ્‍ય માટે સારું માનવામાં આવે છે.

આ ગાયની દેખરેખ પણ આસાન છે. આ દિવસમાં ખૂબ જ ઓછો ચારો ખાય છે. લગભગ ૧ થી ૧.૫ કિલો સુધી તેનું ભોજન હોય છે. ઓછી જગ્‍યામાં તેને આસાનીથી પાળી શકાય છે, એટલા માટે શહેરોમાં પણ તેનો ઉછેર શક્‍ય છે. ધાર્મિક અને સાંસ્‍કૃતિક લ્લષ્ટિથી આ નસલની ગાયને ખાસ માનવામાં આવે છે. માન્‍યતા છે કે જૂના સમયમાં ઋષિ-મુનિ પણ આ પ્રકારની નાની ગાયોનો ઉછેર કરતા હતા.

આ પહેલને લઈને પヘમિી સિહભૂમના ધારાસભ્‍ય સરયૂ રાયે પણ રસ બતાવ્‍યો છે. તેમણે બિરલા મંદિર પરિસરમાં ગોસેવા ક્ષેત્ર વિકસિત કરવાની વાત કહી છે. જ્‍યાં આ પ્રકારની મિની ગાયોનો ઉછેર કરવામાં આવશે. તેનાથી લોકોને દેશી નસલના મહત્‍વ વિશે જાણવાનો મોકો મળશે.

હાલમાં આ નાની એવી ગાય જમશેદપુરમાં લોકોના કૌતૂહલનો વિષય બની છે. સૌ કોઈ તેને જોઈ ખુશ થઈ રહ્યા છે. આવનારા સમયમાં આ પહેલ ન ફક્‍ત નસલના સંરક્ષણમાં મદદ કરશે, પણ પરંપરાગત પશુપાલનને પણ નવી ઓળખ આપશે

(10:04 AM IST)