News of Friday, 27th March 2026
ખેડૂતોને જંતુનાશક દવાઓની કિંમત વધુ ચૂકવવી પડશે
વોર ઇફેક્ટઃ એપ્રિલ માસથી જ એગ્રોકેમિકલ્સની કિંમતોનો ભાવ વધારો થાય તેવી શક્યતા : ખાતરની કિંમતમાં તીવ્ર વધારો પણ સરકાર સબસિડી દ્વારા રાહત ચાલું રાખશે

નવી દિલ્હી,તા.૨૭: ઇઝરાયેલ - અમેરિકાના ઈરાન સાથેના યુધ્ધની તીવ્ર અસરો હવે શરૂ થઈ છે. પヘમિ એશિયામાં ચાલી રહેલી અશાંતિના કારણે વૈશ્વિક વેપારને અસર પડી છે. ભારતની ઓઈલ અને પેટ્રોલિયમ પ્રોડક્સની આયાતને અસર પડી રહી છે. આ ઉપરાંત ડોલર સામે રૂપિયો વધુને વધુ નબળો પડી રહ્યો છે. એક ડોલરના હવે રૂા.૯૪ થઈ ગયા છ ત્યારે આયાતો પણ મોંઘી બની છે. આ સંજોગોમાં ખેડૂતોને આગામી સમયમાં પાકના વાવેતરમાં વધુ ખર્ચ થાય તેવી પરિસ્થિતિ સર્જાશે. જો યુધ્ધ લાંબુ ચાલ્યુ તો પેટ્રોકેમિકલના આધારે એગ્રોકેમિકલ્સના બનતા વિવિધ ઉત્પાદનોનો ભાવ ૨૫ ટકાથી ૩૦ ટકા વધારો થશે તેમ મનાય છે.
પાકના વાવેતરમાં ફર્ટિલાઇઝર, ઈન્સેક્ટિસાઈડસ, પેસ્ટીસાઈડસ, હર્બિસાઈડસ અને ફંગી સાઈડસ સંલગ્ન ઉત્પાદનોનો ઉપયોગ ખેડૂતો કરતાં હોય છે. સરકાર ખેડૂતોને ખાતરના ભાવમાં સબસિડી આપે છે. તેથી સબસિડીયુક્ત ખાતર સિવાયના અન્ય એગ્રોકેમિકલ્સના ઉપયોગ ઉપર ખેડૂતોને વધુ કિમત ચૂકવવી પડશે.
ઇરાન દ્વારા સ્ટ્રેઇડ ઓફ હોમુંઝના કોરિડોર ઉપર અંકુશ હોવાના કારણે ભારત માટે ઓઈલ, ગેસ સહિતની મહત્વની આયાત લાવતા વહાણો અટવાઈ ગયા છે. બીજી તરફ યુધ્ધને હવે એક મહિના જેવા સમય થવા આવી રહ્યો છે ત્યારે પરિસ્થિતિ હજી કાબૂમાં રહી ન હોવાના કારણે કુડ ઓઈલના ભાવમાં ભડકો થઈ રહ્યો છે. યુધ્ધ શરૂ થતાં જ આયાતી ખાતરના ભાવમાં ૧૦ ટકા થી ૨૦ ટકાનો વધારો થયો છે. બીજી તરફ સરકારની સબસિડી એગ્રોકેમિકલ્સ ઉત્પાદનોમાં મળતી નથી. આ ચીજોની ભાવ સપાટી બજાર આધારિત હોય છે. ૨૫ ટકાથી ૩૦ ટકા પેટ્રોકેમિકલ ઉત્પાદનોની કિંમત વધી, બીજી તરફ પેકેજિંગની કિંમતમાં પણ ૧૫ ટકાથી ૩૦ ટકાનો વધારો થયો છે. સલ્ફરની કિમતમાં પણ તીવ્ર વધારો થયો છે. ભારતમાં ઈન્ડસ્ટ્રિયલ ગ્રેડ સલ્ફરની કિમત એક કિલોના રૂા.૨૨ થી ૧૨૭ જેટલી જોવા મળી રહી છે. જયારે એગ્રીકલ્ચર ગ્રેડ સલ્ફરનો ભાવ રૂા.૩૮ થી રૂા.૧૦૦ એક કિલોનો જોવા મળી રહ્યો છે
ચીને પેસ્ટીસાઇડ રો મટીરિયલના ભાવ વધાર્યા
ચીને પણ પેસ્ટીસાઇડ રો મટિરિયલના ભાવમાં ૧૫ થી ૨૦ ટકાનો વધારો પヘમિ એશિયાની પરિસ્થિતિના કારણે વધાર્યા છે. બીજી તરફ આયાત ઉપર પણ નિયમન કર્યા છે. જેની પ્રતિકૂળ અસર ખેડુતો ઉપર પડશે. ખેતી કરવી મોંઘી બનશે. પ્યોર બેન્ઝિન અને સિક્લોહેઝાનોન ઉપરાંત હર્બિસાઇડ માટેના ગ્લાય ફોસ્ફેટની કિંમત વધી જવા પામી છે.
જમીનની ગુણવત્તામાં સતત ઘટાડો
ખેતીની જમીનની ગુણવત્તામાં સતત ઘટાડાના કારણે ખેડૂતોન વધુને વધુ જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવો પડે છે. જેના પગલે કુલ વાવેતર ખર્ચમાં જંતુનાશકોના ઉપયોગનો ખર્ચ પણ હવે ૩૦ ટકા ઉપરાંત જોવા મળી રહ્યો છે. સોલવંટ અને પેસ્ટીસાઇડ ફોર્મ્યુલેશનથી બનતી દવાઓ વધુને વધુ વપરાશમાં લેવી પડે છે.
(10:06 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
