<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th March 2026

ઈન્‍કમ ટેક્‍સની અંતિમ ચેતવણીઃ ૩૧ માર્ચ સુધીમાં અપડેટેડ રિટર્ન ન ભરનારને ૫૦થી ૨૦૦ ટકા દંડ

મુંબઈ,તા.૨૭: ભારતના આવકવેરા વિભાગ દ્વારા કરદાતાઓ માટે પોતાની ભૂલો સુધારવાની અને બાકી રહેલો ટેક્‍સ ભરવાની એક મહત્‍વપૂર્ણ તક પૂરી થવા જઈ રહી છે. જો તમે નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ અને ૨૦૨૩-૨૪ માટે હજુ સુધી તમારું આયકર રિટર્ન ફાઈલ નથી કર્યું અથવા તેમાં કોઈ વિગતો દર્શાવવાની રહી ગઈ છે, તો ૩૧ માર્ચ ૨૦૨૬ એ તમારા માટે કરદાતાઓ માટે છેલ્‍લી છે. આ તારીખ વીત્‍યા બાદ કરદાતાઓ પાસે સુધારાનો કોઈ વિકલ્‍પ રહેશે નહીં અને સીધી કાયદાકીય નોટિસનો સામનો કરવો પડી શકે છે. આવકવેરા કાયદા હેઠળ અપડેટેડ રિટર્ન' (ITR-U) ની જોગવાઈ કરાઈ છે. આ સુવિધા એવા લોકો માટે છે જેઓ અગાઉં રિટર્ન ભરવાનું ચૂકી ગયા હોય અથવા જેમણે પોતાની આવકની સાચી માહિતી આપી ન હોય. ખાસ કરીને જે કરદાતાઓએ બેંકના વ્‍યાજ, ફિક્‍સ્‍ડ ડિપોઝિટની આવક, શેરબજારના વ્‍યવહારો કે ક્રિપ્‍ટો કરન્‍સીમાંથી થયેલા નફાની વિગતો છુપાવી છે, તેમના માટે આ છેલ્‍લી તક છે. આ પ્રાવધાનનો ઉપયોગ કરીને કરદાતા પોતાની વધારાની આવક જાહેર કરી શકે છે અને તેના પર લાગુ પડતો યોગ્‍ય ટેક્‍સ ભરી શકે છે. જો ૩૧ માર્ચ સુધીમાં આ પ્રક્રિયા પૂર્ણ કરવામાં નહીં આવે, તો કાયદાકીય પગલામાં કરદાતા આવી શકે છે. આવકવેરા વિભાગ પાસે AIS, બેંક ટ્રાન્‍ઝેક્‍શન અને TDS દ્વારા તમારી તમામ નાણાકીય ગતિવિધિઓની વિગતો પહેલેથી જ હાજર છે. જેમાં આવકવેરા કાયદાની કલમ 270A હેઠળ ૫૦% થી ૨૦૦% સુધીનો દંડ ફટકારવામાં આવી શકે છે. કલમ 276CC મુજબ ગંભીર કિસ્‍સાઓમાં કાનૂની કાર્યવાહી અને જેલની સજા પણ થઈ શકે છે. અત્‍યારે અપડેટેડ રિટર્ન ભરતી વખતે બાકી ટેક્‍સ અને વ્‍યાજ સાથે આશરે ૫૦% સુધીનો વધારાનો ટેક્‍સ ચૂકવવો પડી શકે છે, પરંતુ તે ભવિષ્‍યની મોટી મુસીબતો કરતા વધુ સુરક્ષિત વિકલ્‍પ છે

(10:07 AM IST)