<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th March 2026

વિવિધ દેશોની ૭૮૬ નંબરવાળી ચલણી નોટોનું કલેક્‍શન

દુબઈમાં એક્‍ઝિબિશન લગાવવા માટેનું આમંત્રણ મળ્‍યું : દુકાન પર લાગેલા લેન્‍ડલાઇન નંબર, મોબાઇલ ફોન, કાર, બેન્‍ક-ખાતા, વીજળીના મીટરના નંબરથી માંડીને ડેબિટ કાર્ડના પણ છેલ્‍લા ત્રણ આંકડા ૭૮૬ છે

પીલીભીત,તા.૨૭: ઉત્તર પ્રદેશના પીલીભીતમાં રહેતા મોહમ્‍મદ ઉમર ખાન પાસે દુનિયાભરના દેશોની ખાસ નંબરવાળી ચલણી નોટોનું કલેક્‍શન છે. આ નોટો પર મુસ્‍લિમો માટે ખૂબ પાક ગણાતો ૭૮૬ નંબર છે. ઉમરના આ કલેક્‍શનને જોવા માટે તાજેતરમાં તેને દુબઈમાં એનું એક્‍ઝિબિશન લગાવવા માટેનું આમંત્રણ મળ્‍યું છે.

પીલીભીતની પૂરનપુર મસ્‍જિદ અલ-ખરજાના અધ્‍યક્ષ મોહમ્‍મદ ઉમર ખાને છેલ્‍લાં ૪૦ વર્ષથી ૭૮૬ નંબરવાળી ચલણી નોટો અને સિક્કાઓનો સંગ્રહ કરવાનું શરૂ કર્યું છે. તેમની પાસે માત્ર ભારતની જ નહીં,

દેશ-વિદેશની કરન્‍સીની નોટો છે જેમાં આ પાક ગણાતો ૭૮૬ નંબર અંકિત થયેલો છે. ભારતની એક રૂપિયાથી લઈને પાંચસો રૂપિયા સુધીની નોટ ઉપરાંત ચીન, કેનેડા, કતર, સાઉદી અરેબિયા, ઇરાક, ઑસ્‍ટ્રેલિયા, નેપાલ, થાઇલેન્‍ડ, સિગાપોર, ન્‍યુ ઝીલેન્‍ડ, યુનાઇટેડ આરબ એમિરેટ્‍સ અને અમેરિકા જેવા દેશોની કરન્‍સીની ૭૮૬ નંબરવાળી નોટોનું કલેક્‍શન તેમની પાસે છે. મોહમ્‍મદ ઉમરનું આ કલેક્‍શન મુંબઈ, દિલ્‍હી, લખનઉ સહિત અનેક શહેરોમાં લાગ્‍યું હતું. તેમનું કલેક્‍શન ઐતિહાસિક લ્લષ્ટિએ પણ મહત્ત્વપૂર્ણ છે કેમ કે તેમની પાસે અનેક દેશોની ચલણમાંથી નીકળી ચૂકેલી નોટોનું કલેક્‍શન પણ છે. હવે તેમને આ ચલણી નોટોના પ્રદર્શન માટે દુબઈ અને ઈરાક જેવા દેશોનું આમંત્રણ મળ્‍યું છે.

તેમનું ૭૮૬ નંબર માટેનું પેશન માત્ર ચલણી નોટો પૂરતું જ સીમિત નથી. તેમની દુકાન પર લાગેલા લેન્‍ડલાઇન નંબર, મોબાઇલ ફોન, કાર, બેન્‍ક-ખાતા, વીજળીના મીટરના નંબરથી માંડીને ડેબિટ કાર્ડના પણ છેલ્‍લા ત્રણ આંકડા ૭૮૬ છે. આ નંબરને મુસ્‍લિમો મુબારક માને છે

(10:10 AM IST)