News of Friday, 27th March 2026
પ્રારંભે સેન્સેક્સમાં ૧૦૦૦ પોઈન્ટનો કડાકો
યુધ્ધ સમાપ્ત થવાની અનિશ્ચિતતા વચ્ચે રોકાણકારોના પ લાખ કરોડ સ્વાહા

નવી દિલ્હી,તા.૨૭: શુક્રવારે (૨૭ માર્ચ) ના રોજ, સપ્તાહના છેલ્લા ટ્રેડિગ સત્રમાં, નબળા વૈશ્વિક બજારો વચ્ચે, ભારતીય શેરબજાર નીચા સ્તરે ખુલ્યા. અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામની અનિヘતિતા વચ્ચે રોકાણકારો સાવચેતીભર્યું વલણ અપનાવી રહ્યા છે. ઇન્ડેક્સ હેવીવેઇટ HDFC બેંક અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં વેચવાલીથી પણ બજાર નીચે ગયું. વધુમાં, ડોલર સામે રૂપિયામાં તીવ્ર ઘટાડાએ પણ બજારના સેન્ટિમેન્ટ પર નકારાત્મક અસર કરી.
ઈરાન-અમેરિકા/ઈઝરાયલ યુદ્ધે શેરબજારને હચમચાવી નાખ્યું છે. શુક્રવારે તેમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો. સેન્સેક્સ લગભગ ૩૮૯ પોઈન્ટ ઘટીને ૭૪,૮૮૩.૭૯ પર ખુલ્યો. થોડા જ સમયમાં, તે ૧,૦૦૦ પોઈન્ટથી વધુ ઘટ્યો. નિફટી ૫૦ પણ લગભગ ૧૩૩ પોઈન્ટ ઘટીને ૨૩,૧૭૩.૫૫ પર ખુલ્યો. થોડા જ સમયમાં, તે ૩૦૦ પોઈન્ટથી વધુ ઘટ્યો. આ બજારમાં ઘટાડાને કારણે રોકાણકારોને આશરે રૂ.૫ લાખ કરોડનું નુકસાન થયું.
શુક્રવારે સવારે ૯:૪૫ વાગ્યે, સેન્સેક્સ ૯૨૧.૮૬ પોઈન્ટ ઘટીને ૭૪,૩૫૧.૫૯ પર ટ્રેડ થઈ રહ્યો હતો. નિફટી ૫૦ ૨૭૫.૫૫ પોઈન્ટ ઘટીને ૨૩,૦૩૦.૯૦ પર ટ્રેડ થઈ રહ્યો હતો. ટ્રેડિગ દરમિયાન એક સમયે, સેન્સેક્સ ૧,૦૦૮.૬૭ પોઈન્ટ ઘટીને ૭૪,૨૬૪.૭૮ પર ટ્રેડ થઈ રહ્યો હતો. નિફટી ૫૦ પણ ૩૦૫.૬ પોઈન્ટ ઘટીને ૨૩,૦૦૦.૮૫ પર બંધ રહ્યો. આ બજારમાં ઘટાડાને કારણે, બીએસઈ પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ લગભગ રૂ.૫ લાખ કરોડ ઘટીને રૂ.૪૨૬ લાખ કરોડ થયું.
સેન્સેક્સના ૩૦ શેરોમાંથી ૨૫ શેરોમાં ઘટાડો થયો હતો, જેમાં ઓટો અને બેંકિગ શેરોમાં આજે વેચવાલીનો દોર ચાલુ રહ્યો હતો.
(10:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
