<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th March 2026

જમ્‍મુ-કાશ્‍મીર વિધાનસભામાં ભારે હોબાળોઃ કોંગ્રેસ-ભાજપના ધારાસભ્‍યો વચ્‍ચે ઝપાઝપી

ઈઝરાયલ વિરોધી સૂત્રોચ્‍ચાર અને વડાપ્રધાન મોદી વિરુદ્ધની ટિપ્‍પણીઓને લઈને સત્તાધારી પક્ષ અને વિપક્ષ આમને-સામને

જમ્‍મુ, તા.૨૭: જમ્‍મુ અને કાશ્‍મીર વિધાનસભામાં એક અભૂતપૂર્વ અને હિંસક દ્રશ્‍યો જોવા મળ્‍યા હતા. સામાન્‍ય રીતે જે ગળહમાં પ્રજાના પ્રશ્‍નોની ચર્ચા થવી જોઈએ, ત્‍યાં ધારાસભ્‍યો વચ્‍ચે શારીરિક ઘર્ષણ અને ઉગ્ર સૂત્રોચ્‍ચાર જોવા મળ્‍યા. આ હંગામો ત્‍યારે શરૂ થયો જ્‍યારે અમુક ધારાસભ્‍યોએ આંતરરાષ્‍ટ્રીય મુદ્દાઓ અને દેશના નેતળત્‍વ અંગે વિવાદાસ્‍પદ ટિપ્‍પણીઓ કરવાનું શરૂ કર્યું, જેના પરિણામે લોકશાહીના આ પવિત્ર મંદિરમાં ગરિમા લજવાય તેવા દ્રશ્‍યો સર્જાયા.

વિધાનસભાની કાર્યવાહી શરૂ થતાની સાથે જ વાતાવરણ તંગ બની ગયું હતું. વિપક્ષી ધારાસભ્‍યો દ્વારા ઈઝરાયલ વિરુદ્ધ સૂત્રોચ્‍ચાર કરવામાં આવ્‍યા હતા, જેના જવાબમાં ભાજપના ધારાસભ્‍યોએ પણ ઉગ્ર વિરોધ નોંધાવ્‍યો હતો. આ વિવાદ ત્‍યારે વધુ વકર્યો જ્‍યારે શાસક પક્ષના કેટલાક ધારાસભ્‍યોએ વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી વિરુદ્ધ સૂત્રોચ્‍ચાર કરવાનું શરૂ કર્યું. આ બાબતે ભાજપના ધારાસભ્‍યો લાલઘૂમ થઈ ગયા હતા અને જોતજોતામાં બંને પક્ષના નેતાઓ વચ્‍ચે બોલાચાલી અને બાદમાં ધક્કામુક્કી શરૂ થઈ ગઈ હતી.ઝપાઝપી એટલી હદે વધી ગઈ હતી કે ગળહના માર્શલો અને સુરક્ષાકર્મીઓએ તાત્‍કાલિક વચ્‍ચે પડવું પડ્‍યું હતું.

(11:40 AM IST)