News of Friday, 27th March 2026
પેટ્રોલની તંગીથી કંટાળીને ઘોડા પર ભાઈસાહેબ ઓફિસ પહોંચ્યા

દેવાસ તા.૨૭: મધ્ય પ્રદેશના દેવાસ શહેરમાં પેટ્રોલની અછતને કારણે ૨૪ માર્ચે શહેરના ૩ પેટ્રોલ-પમ્પ બંધ હતા. જે એક ચાલુ હતો એના પર ભારે ભીડ હતી. એક બેન્ક-ઑફિસરની બુલેટની ટાંકી સાવ ખાલી થઈ ગઈ હતી અને ઑફિસ જવાનું મોડું થતું હતું એટલે તેમણે ફયુઅલની જરૂર ન પડે એવા સાધનની શોધ કરી અને ઘોડા પર સવારી કરીને બેન્ક પહોંચ્યા હતા. રસ્તામાં તેમની ઘોડેસવારીનું અનેક લોકોએ રેકોર્ડિગ કર્યું હતું. આ તેમનો પાળેલો ઘોડો હતો કે પછી ભાડેથી લીધો હતો એ ખબર નથી, પરંતુ જે સહજતાથી આ ભાઈ ઘોડેસવારી કરી રહ્યા હતા એ પરથી લાગતું હતું કે ઘોડા સાથે તેમને બહુ સારું બને છે. જોકે કેટલાક વિડિયોમાં ઘોડો રોન્ગ સાઇડમાં દોડતો હોવાનું દેખાતાં કેટલાક લોકોએ સવાલ ઉઠાવ્યો હતો કે શું રોન્ગ સાઇડમાં ઘોડો દોડાવવા બદલ ટ્રાફિકના નિયમનો ભંગ કહેવાય?
(3:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
