<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th March 2026

દેશમાં લોકડાઉન નહિ લાગે! અફવાથી બચો

યુદ્ધના કારણે ઈંધણના પુરવઠા પર અસરની આશંકાથી ફેલાયેલી અફવાઓ પર મંત્રી હરદીપ સિંહ પુરીએ મૂકયું પૂર્ણવિરામ : સોશિયલ મીડિયા પર વાયરલ થતા સમાચારોને પાયાવિહોણા ગણાવી જનતાને ગભરાટ ન ફેલાવવા કરી અપીલ

નવી દિલ્‍હી, તા.૨૭: પશ્ચિમ એશિયામાં વધતા યુદ્ધના તણાવ વચ્‍ચે ભારતમાં ફરી લોકડાઉન લાદવામાં આવશે તેવી વહેતી થયેલી અફવાઓ પર કેન્‍દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ કડક શબ્‍દોમાં પૂર્ણવિરામ મૂકયું છે. મંત્રીએ સ્‍પષ્ટ કર્યું છે કે સરકાર પાસે દેશવ્‍યાપી લોકડાઉનનો કોઈ જ પ્રસ્‍તાવ વિચારણા હેઠળ નથી. સોશિયલ મીડિયા પર ફેલાવવામાં આવતા આવા ભ્રામક સમાચાર તદ્દન ખોટા છે અને લોકોએ ગભરાયા વગર સામાન્‍ય જીવન જીવવું જોઈએ.

સરકારે દેશની ઉર્જા સુરક્ષા અંગે ખાતરી આપતા જણાવ્‍યું છે કે ભારત પાસે આગામી ૬૦ દિવસ સુધી ચાલે તેટલો પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્‍થો ઉપલબ્‍ધ છે. હોર્મુઝ સામુદ્રધુનીમાં સંભવિત વિક્ષેપ છતાં ભારત સુરક્ષિત છે, કારણ કે દેશ હવે ૪૧ થી વધુ વિવિધ રાષ્‍ટ્રો પાસેથી ક્રૂડ ઓઈલની આયાત કરી રહ્યો છે. આ રણનીતિને કારણે કોઈપણ વૈશ્વિક કટોકટીમાં પણ સ્‍થાનિક પુરવઠો ખોરવાશે નહીં.

તેલ કંપનીઓએ પણ પૂરતી તકેદારી રાખી છે અને પેટ્રોલ પંપ માલિકોને વધારાની ક્રેડિટ સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે જેથી ઈંધણની તંગી ન સર્જાય. સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ પણ પુષ્ટિ કરી છે કે સરકારે એક્‍સાઈઝ ડ્‍યુટીમાં ઘટાડો કરીને ભાવ સ્‍થિર રાખવા -યાસો કર્યા છે. જનતાને અપીલ કરવામાં આવી છે કે તેઓ અફવાઓથી દોરવાઈને બિનજરૂરી સંગ્રહખોરી ન કરે.ભારત હાલમાં પેટ્રોલિયમ ઉત્‍પાદનોનો મોટો નિકાસકાર પણ છે, જે રાષ્‍ટ્રીય ઉર્જા સુરક્ષામાં મહત્‍વની ભૂમિકા ભજવે છે. સરકાર ૨૪ કલાક આંતરરાષ્‍ટ્રીય સ્‍થિતિ પર નજર રાખી રહી છે અને કોઈપણ અણધારી પરિસ્‍થિતિને પહોંચી વળવા માટે વહીવટીતંત્ર સજ્જ છે. આમ, લોકડાઉનની અફવાઓ માત્ર પાયાવિહોણી છે અને દેશમાં તમામ વ્‍યવસ્‍થાઓ રાબેતા મુજબ કાર્યરત રહેશે.

(3:22 PM IST)