News of Friday, 27th March 2026
ઈરાન યુદ્ધ અટકાવો, માનવતા બચાવો
ઓમર અબ્દુલ્લાની પીએમ મોદીને અપીલ જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં ગુંજ્યો વૈશ્વિક યુદ્ધનો મુદ્દો

શ્રીનગર, તા.૨૭: જમ્મુ અને કાશ્મીર વિધાનસભાના બજેટ સત્રમાં સ્થાનિક પ્રશ્નોને બાજુ પર મૂકીને મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ ઈરાન-અમેરિકા સંઘર્ષ પર અત્યંત આક્રમક વલણ અપનાવ્યું છે. ગળહના નેતા તરીકે સંબોધન કરતા ઓમરે ઈરાન પર લાદવામાં આવેલા યુદ્ધને અન્યાયી અને ગેરકાયદેસર ગણાવી તેની આકરા શબ્દોમાં નિંદા કરી હતી. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વિનંતી કરી હતી કે ભારતની વૈશ્વિક શાખ અને મજબૂત રાજદ્વારી સંબંધોનો ઉપયોગ કરીને આ વિનાશક યુદ્ધને તાત્કાલિક અટકાવવા માટે મધ્યસ્થી કરવામાં આવે, જેથી માનવતા પરનું સંકટ ટળે.
ઓમર અબ્દુલ્લાના આ નિવેદનથી ગળહમાં પક્ષ-વિપક્ષ વચ્ચે રાજકીય ઘર્ષણ સર્જાયું હતું. નેશનલ કોન્ફરન્સના ધારાસભ્યોએ જ્યારે આ મુદ્દે પ્રસ્તાવ મૂકવાની માંગ કરી, ત્યારે ભાજપના સભ્યોએ ઉગ્ર વિરોધ નોંધાવતા દલીલ કરી હતી કે વિદેશ નીતિ અને આંતરરાષ્ટ્રીય કટોકટી વિધાનસભાના અધિકારક્ષેત્રમાં આવતી નથી. ભાજપના નેતાઓએ આક્ષેપ કર્યો કે મુખ્યમંત્રી જમ્મુ-કાશ્મીરના પાયાના પ્રશ્નો પરથી ધ્યાન ભટકાવવા માટે આંતરરાષ્ટ્રીય મુદ્દાઓનો સહારો લઈ રહ્યા છે, જેના કારણે ગળહમાં ભારે સૂત્રોચ્ચાર અને હોબાળો જોવા મળ્યો હતો. મુખ્યમંત્રીએ આ સંઘર્ષમાં જીવ ગુમાવનારા લોકો અને ઈરાની નેતળત્વ પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ યુદ્ધ માત્ર પヘમિ એશિયા પૂરતું મર્યાદિત નથી પરંતુ તેની અસર સમગ્ર વિશ્વ અને ભારત પર પણ પડી રહી છે. તેમણે પીએમ મોદીને શાંતિના દૂત તરીકે ભૂમિકા ભજવવા અપીલ કરી હતી. જોકે, ભાજપ અને શાસક પક્ષ વચ્ચેના આ વૈચારિક ગજગ્રાહને કારણે વિધાનસભાની કાર્યવાહીમાં અવરોધ ઊભો થયો હતો અને વિકાસલક્ષી ચર્ચાઓ રોળાઈ ગઈ હતી.
(3:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
