<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th March 2026

જમ્‍મુ-કાશ્‍મીર વિધાનસભામાં ધમાલઃ ખામનેઇની તસવીર અને ઈઝરાયેલ વિરોધી સૂત્રોચ્‍ચારથી ગૃહ રણમેદાન બન્‍યું

કાળા કપડાં અને વિવાદાસ્‍પદ બેનરો સાથે ધારાસભ્‍યો વચ્‍ચે થઈ જોરદાર ધક્કામુક્કી : બજેટ સત્રના પ્રારંભે જ શરમજનક દ્રશ્‍યો જોવા મળ્‍યાઃ ઈરાન-ઈઝરાયેલ યુદ્ધના પડઘા શ્રીનગરના ગૃહમાં પડ્‍યા

શ્રીનગર, તા.૨૭: જમ્‍મુ અને કાશ્‍મીર વિધાનસભાનું બજેટ સત્ર આજે કોઈ યુદ્ધના મેદાનથી ઓછું નહોતું લાગતું. ગળહની કાર્યવાહી શરૂ થતાની સાથે જ નેશનલ કોન્‍ફરન્‍સ અને પીડીપીના ધારાસભ્‍યોએ ઈરાનના સર્વોચ્‍ચ નેતા આયાતુલ્લા ખામેનીની તસવીરો અને ઈરાન સમર્થિત બેનરો લહેરાવતા વાતાવરણ ગરમાયું હતું. ઈઝરાયેલ વિરોધી સૂત્રોચ્‍ચાર અને કાળા કપડાં પહેરીને આવેલા ધારાસભ્‍યોને જોઈ ભાજપના સભ્‍યો ઉશ્‍કેરાયા હતા. આંતરરાષ્‍ટ્રીય મુદ્દાઓને ગળહમાં લાવવા બદલ ભાજપે જમ્‍મુ માટે ન્‍યાયના નારા લગાવ્‍યા, જેના કારણે બંને પક્ષો વચ્‍ચે શાબ્‍દિક ટપાટપી બાદ જોરદાર ઝપાઝપી શરૂ થઈ ગઈ હતી.

પરિસ્‍થિતિ ત્‍યારે વધુ વણસી જ્‍યારે રાજકીય સૂત્રોચ્‍ચારમાં દેશના દિગ્‍ગજ નેતાઓના નામ ઉછળ્‍યા. કોંગ્રેસના ધારાસભ્‍યોએ વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી વિરુદ્ધ સૂત્રોચ્‍ચાર શરૂ કર્યા, જેના જવાબમાં ભાજપના ધારાસભ્‍યોએ રાહુલ ગાંધી વિશે તીખી ટિપ્‍પણીઓ કરી. આ આક્ષેપ-પ્રતિઆક્ષેપોમાં મર્યાદા ઓળંગાતા ધારાસભ્‍યો એકબીજા સાથે બાખડી પડ્‍યા હતા. ગળહમાં સર્જાયેલી આ અંધાધૂંધીને રોકવા માટે સુરક્ષાકર્મીઓએ ભારે જહેમત ઉઠાવવી પડી હતી અને માર્શલોએ દરમિયાનગીરી કરીને ધારાસભ્‍યોને એકબીજાથી અલગ કર્યા હતા.

આ હંગામાની વચ્‍ચે જ બીજી તરફ મુખ્‍યમંત્રી ઓમર અબ્‍દુલ્લાની અધ્‍યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં કેટલાક મહત્‍વના વિકાસલક્ષી નિર્ણયો લેવાયા હતા. કેબિનેટે કઠુઆ અને પમ્‍પોર માટે અંદાજે રૂ.૬૮ કરોડના ગટર અને ડ્રેનેજ પ્રોજેક્‍ટ્‍સને મંજૂરી આપી છે, જેનો ઉદ્દેશ્‍ય સ્‍થાનિક સ્‍વચ્‍છતા વ્‍યવસ્‍થા સુધારવાનો છે. જોકે, ગળહમાં જે પ્રકારે ખામેનીની તસવીરો અને વૈશ્વિક રાજકારણના નામે હોબાળો થયો, તેણે જમ્‍મુ-કાશ્‍મીરની નવી બનેલી વિધાનસભાની ગરિમા પર સવાલો ઉભા કરી દીધા છે. 

(3:52 PM IST)