<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th March 2026

રાજસ્થાનમાં બોમ્બ બ્લાસ્ટનું મોટું કાવતરું નિષ્ફળ: પાકિસ્તાની ડોનના ઇશારે રેકી કરનાર મુખ્ય આરોપીની ધરપકડ, અન્ય રાજ્યોના પણ વીડિયો બનાવ્યા

સરહદ પારથી આતંકી નેટવર્ક ઓપરેટ થતું હોવાનો પર્દાફાશ: આરોપી પાસેથી વિસ્ફોટકો અને ષડયંત્રને લગતા મહત્વના પુરાવાઓ જપ્ત કરતી સુરક્ષા એજન્સીઓ

રાજસ્થાનમાં એક મોટા આતંકવાદી હુમલાનું ષડયંત્ર સુરક્ષા એજન્સીઓએ સમયસર નિષ્ફળ બનાવ્યું છે. રાજસ્થાનમાં બોમ્બ બ્લાસ્ટ કરવા માટે રાજ્યના વિવિધ સ્થળોની રેકી કરનાર એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ અને ગુપ્તચર વિભાગની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ આરોપી સીધો પાકિસ્તાનમાં બેઠેલા એક કુખ્યાત ડોનના સંપર્કમાં હતો અને ત્યાંથી જ તેને બોમ્બ ધડાકા કરવાના ઓર્ડર મળી રહ્યા હતા.
આરોપીની પૂછપરછમાં એવો પણ ચોંકાવનારો ખુલાસો થયો છે કે તેણે માત્ર રાજસ્થાન જ નહીં પરંતુ દેશના અન્ય રાજ્યોમાં પણ ધડાકા કરવાના ઇરાદે વિવિધ મહત્વના સ્થળોના વીડિયો બનાવ્યા હતા અને તે પાકિસ્તાન મોકલ્યા હતા. એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડ (એટીએસ) અને અન્ય સુરક્ષા એજન્સીઓ દ્વારા આ મામલે સઘન તપાસ ચાલી રહી છે, જેમાં સરહદ પારના આતંકી નેટવર્ક સાથે જોડાયેલા અન્ય સ્લીપર સેલ અંગે વધુ ખુલાસા થવાની શક્યતા છે.*

(9:54 PM IST)